મંત્રીના સબંધીના ઘરેથી નીકળ્યા કોભાંડના કરોડો રૂપિયા! એટલા રૂપિયા મળી આવ્યા કે ગણવા માટે કાઉન્ટીગ મશીન મંગાવા પડ્યા, જાણો કોણ છે આ વ્યક્તિ
મિત્રો આમ તો આપણે ફિલ્મોમાં જોયું હશે કે જ્યારે પણ ઘરમાં રેડ પડે છે ત્યારે તેમાંથી કરોડો રૂપિયાનું કાળું ધન નીકળી આવતું હોય છે, પણ જો આવું અસલ જીવનમાં થાય તો? હા, આવું હાલ અસલ જીવનમાં પણ થયું છે જેમાં એક મંત્રીના સબંધીના ઘરેથી નોટોના બંડલો અને બંડલો મળી આવ્યા હતા. 500 રૂપિયાની 2000ની નોટોના બંડલને બંડલ મળી આવતા સૌ કોઈ ચોકી ગયું હતું.
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના પાર્ટ ચેટર્જીના સબંધીના ઘરે ઇન્ફોર્સમેન્ટ ડીરેકટરો(ED) વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં નોટોનો ઢગ મળી આવતા ભારે ચકચાર મચી ગયો હતો. આ મળેલા રૂપિયા બંગાળમાં શિક્ષક ભરતી કોભાંડના છે હાલ તેવી અટકળો લગાવામાં આવી રહી છે. ED વિભાગ દ્વારા 20 કરોડ રૂપિયાની રોકડ રાશી હાલ જપ્ત કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં મંત્રી ચેટર્જી સહિતના શિક્ષણ રાજ્ય મનતી પરેશ સી અધિકારી અને MLA માણીક ભટ્ટાચાર્યના ઘરે દોરોડા પાડવામાં આવ્યા હતા. દોરડા પાડતા આ ઘર માંથી એટલી બધી નોટોનો ઢગ મળી આવ્યો હતો કે ઘડીક તો અધિકારીઓને પણ તારા દેખાય ગયા હતા.
આથી ED અધિકારીઓએ કાઉન્ટીગ મશીન મંગાવીને નોટોની ગણતરી શરુ કરી હતી જેમાં જાણ થઈ હતી કે આ કુલ 20 કરોડ રૂપિયા છે. આ ભંડોળ સ્કુલ સેવા આયોગ અને પશ્ચિમ બંગાળના પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કોભાંડના છે તેવી હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘરમાંથી 20 કરોડ રોકડની સાથો સાથ 20 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.