આહીર યુવાનના લગ્નની 6 પાનાની અખબાર જેવી કંકોત્રી અને અનોખુ પ્રી વેડીંગ ફોટો શુટ ! ફેરા ફરતી વખતે સંકલ્પ લેશે કે…

હાલ ચારે કોર લગ્નની સિઝન ચાલી રહી છે ત્યાર આગામી તારીખ 5 ફેબ્રુવારીના વસંતપંચમીનો દિવસ છે ત્યાર હિંદુ ધર્મ મુજબ આ દિવસ ખુબ પવિત્ર દિવસ માનવા મા આવે છે અને વણદેખ્યુ મુહૂર્ત હોય છે ત્યારે અનેક નવ યુગલો આ દિવસે પ્રભુતામાં પગલાં પાડશે અને નવા જીવનની શરુવાત કરશે. ત્યારે હાલ ના મોડર્ન સમય મા પ્રી વેડીંગ ફોટો શુટ છે અને અનોખી લગ્ન કંકોત્રી નો ઘણો ટ્રેંડ છે.

ત્યારે યુગલો કાઈ ને કાઈક નવુ કરીને પોતાના લગ્ન ને અનોખા બનાવવા નો પ્રયાસ કરે છે. ત્યારે રાજકોટ ના એક યુવાને પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં ખાંડેરા પરિવારમા જય ખાંડેરાના લગ્ન આગામી 5 ફેબ્રુવારીના રોજ યોજાશે ત્યારે પોતના લગ્ન ને યાદગાર બનાવવા માટે યુવાને અનોખી છ પાના ની કંકોત્રી છંપાવી છે કંકોત્રી મા ખાસ કરીને ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગના ફોટો તેમજ યુવાનોને શીખ, વાર્તા અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા મૂકવામાં આવી છે. તેમજ આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ પણ કંકોત્રીમાં કંડારવામાં આવ્યો છે. 

આ ઉપરાંત લગ્ન ના પ્રસંગો સાથે અનેક ઉપયોગી માહિતી અને દેશના વડાપ્રધાનના ન્યૂઝ પણ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત કંકોત્રી મા મહત્વ ની વાત એ હતી કે કંકોત્રી ના છઠ્ઠા પેજ મા લગ્ન ના ફેરા નુ મહત્વ સમજાવવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે જય ખાડેરા રાજકોટ ના આહીર સમાજના અગ્રણી મેહુલભાઈના પુત્ર છે. અને જય ના લગ્ન નાગાજણભાઈ સવસેરાની પુત્રી સોનલ સાથે થશે.

આ નવયુગલે ચોરીના ચાર ફેરા ફરવા સમયે અનોખો સંકલ્પ કરવા નક્કી કર્યું છે. જેમાં કોરોનામાં અવસાન પામેલા માતા-પિતા વિનાની 21 દીકરીઓના લગ્ન કરાવવા માટે સંકલ્પ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ખરેખર હાલ ને સમયે લોકો આર્થીક રીતે પરેશાનીઓ ભોગવી રહ્યા છે ત્યારે આવો સંકલ્પ ખરેખર સરાહનીય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *