ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર જીવલેણ હુમલો..ગુજરાત : વિસાવદરમાં

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટોળું આ કાફલા પર તૂટી પડે છે અને તે બાદ કાર્યકર્તા સાથે મારામારીની સાથે સાથે ગાડીઓના કાચ પણ તૂટેલા જોઈ શકાય છે.

વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે. જનસંવેદના યાત્રા દરમિયાન કરી રહ્યા હતા અને વીસથી પચીસ લોકો અચાનક તૂટી પડ્યા અને લોખંડની પાઈપોથી હુમલા કરવામાં આવ્યા છે. ખુરશીઓની નીચે છુપાઈને અમે લોકોએ જીવ બચાવ્યો છે અને અહિયાં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. અમે આમારા કાર્યકર્તાઓને લોહીલુહાણ જોયા છે.

પોલીસની સુરક્ષા વચ્ચે હુમલાનો બનાવ_લેરિયા ગામમાં આજે આપની સભા હોય પોલીસ બંદોબસ્ત હતો. પોલીસની હાજરીમાં જ આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હુમલાની ઘટનાના પગલે હાલ લેરિયા ગામનો કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે.

વિસાવદરના લેરિયા ગામમાં આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર થયેલો હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો કરાયો છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *