AC વપરાશ કર્તાઓ જરૂર વાંચે આ ઘટના! AC એ આ વ્યક્તિને મૌતની શૈયાએ સુવડાવી દીધો, જાણો કઈ રીતે વિસ્ફોટ થયો?
મિત્રો હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સૌ ઉર્જા આવતા હાલ ઘરે ઘરે AC આવી ગયા છે. લોકો હવે બારેમાસ AC નો ઉપયોગ કરતા થઈ ચુક્યા છે. આવા ACનો ઉપયોગ કરતા લોકો માટે ખુબ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઈએ કે AC ધડાકા સાથે ફાટતા આ વ્યક્તનું મૃત્યુ નીપજ્યું હતું. આ પેહલી એવી ઘટના નથી આની પેહલા પણ અનેક એવી AC વિસ્ફોટની ઘટના સામે આવી ચુકેલી છે.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના ચેન્નઈ માંથી સામે આવી છે જ્યાં AC વિસ્ફોટ થવાને લીધે પી.શ્યામ(ઉ.વ.27) નામના વ્યક્તિનું કરુણ મૌત નીપજ્યું હતું. બિલ્ડીંગમાં રેહતા પ્રભાકર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે પી.શ્યામ AC શરુ કરીને ઘરમાં સુય ગયા હતા જે પછી અચનાક જ તેઓના ઘરમાંથી એક ધડાકાનો અવાજ આવ્યો હતો અને ધુવાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા.
આવી ઘટના બનતાની સાથે જ આડોશ પડોશમાં રેહતા લોકો એકઠા થઈ ચુક્યા હતા અને દરવાજો તોડીને પી.શ્યામને બચાવાની કોશિશ કરી હતી પણ ત્યાં તો તેઓનું કમકમાટી ભર્યું મૌત નીપજી ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં AC વિસ્ફોટ થઈ હોવાનું સામે આવ્યું હતું.
તજજ્ઞો દ્વારા કેહવામાં આવે છે કે એક સિઝનમાં ઓછામાં ઓછી પાંચ વખત તો ACને સર્વિસ કરાવી ખુબ જ જરૂરી છે કારણ કે ACનો ઉપયોગ વારંવાર થતો હોવાને લીધે બહારની ધૂળ તેમાં ભેગી થાય છે આથી તેમાંથી ગરમી બહાર નથી નીકળતી જેના લીધે આવી વિસ્ફોટની ઘટનાઓ સર્જાય છે. AC આઉટડોર યુનિટ 60 થી 70 યુનિટ ડીગ્રી ગરમી ખેચે છે અને ઘરમાં ઠંડક પ્રસરાવી દે છે, એવામાં ACમાં ધૂળ જમા થવાને લીધે ગરમી નીકળી શકતી નથી.