લગ્નન સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાતા 13 લોકોના નિધન આંખ સામે આટલી ચિતાઓ જોઈ ને સૌ કોઈ ભાવુક….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કમુરતા નો સમયગાળો પૂર્ણ કર્યા બાદ જયારે હવે સારા દિવસો આવ્યા છે તેવામાં આ સમયગાળા માં અનેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ ને પોતાના જીવનની નવી શરૂઆત કરશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો લગ્નને ઘણું મહત્વ આપે છે, અને લગ્નને એક તહેવાર ની જેમ ઉજવે છે. લગ્નમાં ઘર પરિવાર, મિત્રો અને તમામ સાગા સંબંધીઓ હાજર હોઈ છે અને સાથે મળી ને મજાક મસ્તી સાથે લગ્નની અનેક વિધિઓ માં ભાગ લેતા હોઈ છે.
આપણે સૌ જાણીએ છીએ કે લગ્નએ બે વ્યક્તિ નહિ પરંતુ બે પરિવાર નું મિલન છે. માટે જ લગ્ન સમયે આખા પરિવારમાં ખુશીઓ નો માહોલ હો છે તેવામાં સૌ કોઈ ઈચ્છે છે આ ખુશીનો પ્રસંગ કોઈ પણ વિઘ્ન વિના પૂરો થઇ જાય. પરંતુ ઘણી વખત પરિવાર ની આ ખુશીઓ ને કોઈની નજર લાગી જાય છે, હાલમાં આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પરિવારમાં લગ્ન ની ખુશીઓ હતી પરંતુ એક અકસ્માતે બધા લોકોનું જીવન બદલી નાખ્યું અને આખા પરિવાર માં શોક નો માહોલ છવાઈ ગયો.
જણાવી દઈએ કે આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગીયા વિસ્તારનો છે અહીં સ્કૂલ ટોલા નિવાસી પરમેશ્વર કુશવાહા ના પુત્ર અમિત કુશવાહા ના લગ્નનો પ્રસંગ હતો જેના કારણે આખા પરિવારમાં ઘણો ખુશીઓ નો માહોલ હતો. પરિવારના લોકો લગ્નની તૈયારીઓમાં લાગેલા હતા તેવામાં પરિવાર ના ઘરથી થોડે દૂર આવેલા એક કુવા પાસે મટકોડ ( જણાવી દઈએ કે આ એક વિધિ છે કે જે લગ્ન પહેલા કરવામાં આવે છે. ) ની વિધિ ચાલી રહી હતી. જણાવી દઈએ કે આ વિધિ જે કુવા પાસે થતી હતી તેને આરસીસી દ્વારા ચાંદી ને બંધ કરવામાં આવ્યો હતો.
પરંતુ અચાનક આ કુવાનો સ્લેબ તૂટતાં પરિવાર ની 25 જેટલી મહિલાઓ અને બાળકો કુવામાં પડી ગયા ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને મદદ કામગીરી શરુ કરી. જણાવી દઈએ કે આ ઘટના માં બે બાળકી સહીત 13 લોકોના મોટ થયા છે. જો વાત ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં પૂજા (19), શશી કલા (15) અને શકુંતલા (35) ઉપરાંત મમતા દેવી (35), મીરા (25) અને પૂજા (20), પરી, જ્યોતિ (15), ઉપરાંત રાધિકા (16), સુંદરી (15) અને આરતી (10) પપ્પી (20) સાથો સાથ મનુ (18) ના મૃત્યુ થયા છે. જયારે એક સાથે સ્મ્શાન માં 13 લોકો ની ચિતા સળગી તો હાજર દરેક લોકો ભાવુક થઇ ગયા અને પરિવારના આંસુ રોકાતા જ નહતા. ઘટનાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શોક પ્રગટ કરવામાં આવ્યો છે.