શું રાત્રે સુતા પેહલા પાણી પીવું ફાયદો આપે છે કે નુકશાન? ડાયાબિટીસ અને હદયરોગ ધરાવતા….જાણો પૂરી આ વાત વિશે
આપને સૌ કોઈ જાણીએ જ છીએ કે પાણી બધા માટે કેટલું મહત્વનું છે. ફક્ત માનવ શરીર માટે જ નહી પણ પશુ પક્ષીઓ માટે પણ પાણી ખુબ જરૂરી છે. એવામાં આજે આ લેખના માધ્યમથી આજે અમે તમને જણવા જઈ રહ્યા છીએ કે કેટલું અને ક્યારે પાણી પીવું જોઈએ તો આપણને ફાયદાકારક રેહશે, તો ચાલો જણાવીએ તમને આ વાત વિશે.
મિત્રો તમને જણાવી દઈએ કે માનવ શરીરમાં વધુ પડતો ભાગ પાણીનો જ હોય છે આથી આપને ચોક્કસ સમયે આપને પાણી પીવું ખુબ જરૂરી છે, જો તમે આવું ન કરો તો તમારા શરીરમાં પાણીની કમી ઉદ્ભવશે અને ડીહાઈડ્રેટ થઈ જશો. તમને જણાવી દઈએ કે એક યુવાન વયની વ્યક્તિ એક દિવસમાં ઓછામાં ઓછા 3 થઈ ૪ લીટર પાણીનું સેવન કરવું જરૂરી છે. પણ શું તમને ખબર છે રાત્રે સુતા પેહલા પાણી પીવું જોઈએ કે નહિ? પીવું જોઈએ તો કેટલા પ્રમાણમાં અને કેવા લોકોને પીવું જોઈએ.
ડોક્ટરનું કેહવું છે કે રાત્રે સુતા પેહલા પાણી પીવું જરૂરી છે જો તમે આવું કરશો તો તમારા પેટમાં પાચનની પ્રક્રિયા ઝડપી બનશે અને ઉંઘ સારી આવશે, આની સિવાય પાણીમાં મિનરલ્સ અને વિટામીન હોય છે આથી મેટાબૌલીઝ્મ અને ટોકસીનનો શરીર માંથી નિકાલ કરે છે આથી આપનું શરીર સ્વસ્થ રહે છે.
તમને જણાવી દઈએ કે જે લોકો ઓછુ પાણી પીવે છે તેને ખુબ તકલીફ રહે છે કારણ કે તેવો ડીટોકસીકેટ નથી કરી શકતા અને અંતે શરીરમાં નવી નવી બીમારી થવા પામે છે. રોજ તમારે સુતા પેહલાના એક કલાક પેહલા પાણી પીય લેવું, પણ જો તમે થોડુક વધુ પ્રમાણમાં પાણી પીય લીધું તો રાત્રે તમારે ઉંઘ પૂરી કરવામાં ખુબ તકલીફ રેશે.
ડાયાબિટીસ અને હદયરોગથી પીડિત લોકો માટે વધુ પાણી પીવું શરુ નથી કારણ કે જો તે સુતા પેહલા પાણી પીશે તો તેને વારંવાર પેશાબ કરવા જવું પડશે આથી તેની ઉંઘમાં ખલેલ પોહચશે અને નિયમીત ૭ કલાકની ઉંઘ નહી લઈ શકે. જો આ રોગ ધરાવનાર લોકોને પાણી પીવું હોય તો લીંબુ પાણી, ગ્રીન ટી, હર્બલ ટી અને અન્ય હેલ્ધી પીણા પીવા જોઈએ જે પેટને સારું રાખે.