એશ્વર્યા રાય બચ્ચને ફરી એક વાર કર્યું એવું કે જેના લીધે બચ્ચન પરિવારને નીચે જોવાનો વારો આવ્યો! એશ્વર્યાએ એક કંપની…જાણો પૂરી વાત
આ સમયે બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની પુત્રવધૂ ઐશ્વર્યા રાયને ED દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. તેમને આજે દિલ્હીમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ બાબતને લઈને અમિતાભના ઘરમાં હોબાળો મચી ગયો છે. આ મામલાને લઈને સમગ્ર બોલિવૂડમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ઐશ્વર્યાને આજે દિલ્હીમાં લોક નાયક ભવનની સામે રજૂ કરવામાં આવશે.
પનામા પેપર્સ કેસમાં ED ઐશ્વર્યાની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ED અધિકારીઓએ ઐશ્વર્યાને પૂછવામાં આવતા પ્રશ્નોની યાદી પણ તૈયાર કરી છે. આ પેપર લીકમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સહિત અનેક ભારતીય સેલિબ્રિટીઓના નામ સામેલ હતા. તમામ લોકો પર ટેક્સ ફ્રોડનો આરોપ હતો.
ખરેખર, પનામા પેપર્સ લીક કેસમાં એક કંપની (મોસાક ફોન્સેકા)ના કાનૂની દસ્તાવેજો લીક થયા હતા. આ ડેટા જર્મન અખબાર Süddeutsche Zeitung (SZ) દ્વારા 3 એપ્રિલ 2016ના રોજ પનામા પેપર્સ નામથી બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં 190 થી વધુ દેશોના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓના નામ સામેલ હતા, જેમના પર મની લોન્ડરિંગનો આરોપ હતો. જેમાં 1977થી 2015ના અંત સુધીની માહિતી આપવામાં આવી હતી.
દસ્તાવેજોમાં ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ સહિત 500 ભારતીયોના નામ સામેલ છે. આમાં બચ્ચન પરિવારનું નામ પણ સામે આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઐશ્વર્યા રાય દેશ બહારની એક કંપનીની ડિરેક્ટર અને શેરહોલ્ડર હતી. ઐશ્વર્યા ઉપરાંત તેના પિતા, માતા અને ભાઈ પણ કંપનીમાં તેના ભાગીદાર હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પનામા પેપર્સ લીક કેસમાં ભારતના લોકોની કુલ 20,000 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો, ઐશ્વર્યા રાય બચ્ચનને અગાઉ સમન્સ મોકલવામાં આવ્યું હતું, જેમાં તેને 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ઐશ્વર્યાએ તેનો જવાબ મેલ દ્વારા મોકલી આપ્યો હતો. આ પછી, હવે તેને ફરીથી બોલાવવામાં આવ્યો છે અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઐશ્વર્યા રાય શું નિવેદન આપે છે.