અક્ષયે પોતાની આવનાર ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું, આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી…
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે એક્ટર ઈમરાન હાશ્મી સાથે એક સેલ્ફી ફોટો શેર કર્યો છે. આ જોયા બાદ સોશિયલ મીડિયા પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને એક ફિલ્મમાં સાથે આવવાના છે અને તેમની આગામી ફિલ્મનું નામ ‘સેલ્ફી’ છે. સ્ટાર્સની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીર સાથે જોડાયેલી વિગતો જાણવા માટે બેતાબ બની ગયા છે.
ઈન્સ્ટાગ્રામ પર ઈમરાન સાથેની તસવીર પોસ્ટ કરતા અક્ષયે લખ્યું- મને મારો પરફેક્ટ સેલ્ફી પાર્ટનર મળી ગયો છે. આ સાથે તેણે આ ફોટો કરણ જોહરને પણ ટેગ કર્યો છે અને તેને પૂછ્યું છે કે શું તેણે સેલ્ફી ગેમ પૂરી કરી લીધી છે. ઈમરાન સાથે ફોટો શેર કર્યા બાદ અક્ષયે બીજો ફોટો શેર કર્યો છે, જેમાં તે અલગ જગ્યાએ સેલ્ફી લેતો જોઈ શકાય છે.
આવી જ એક તસવીર પોસ્ટ કરતા ઈમરાન હાશ્મીએ લખ્યું, ‘નવો લુક, નવો વાઈબ, અક્ષય કુમારથી પ્રેરિત, મારા દિવસની શરૂઆત સેલ્ફીથી કરી રહ્યો છું.’ મિસ્ટર ખિલાડી સાથે સેલ્ફી શેર કરતી વખતે, ઈમરાને લખ્યું – અક્ષય સાથે #સેલ્ફી ક્લબમાં જોડાઈ રહ્યો છું! સામે આવેલી તસવીરોમાં ઈમરાન-અક્ષય બાઇક પર બેસીને ખાલી હાઈવે પર સેલ્ફી લેતા જોવા મળે છે. આ દરમિયાન અક્ષય ગોલ્ડન જેકેટ અને આંખો પર ગોગલ્સ પહેરેલો જોવા મળે છે, જ્યારે ઈમરાન બ્લુ જેકેટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ઇમરાન હાશમી છેલ્લા થોડા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળ્યા ન હતા પણ હવે આ ફિલ્મ દ્વારા આ અભિનેતા બોલીવુડમાં ફરી વખત વાપસી કરવા જઈ રહ્યા છે, હવે અક્ષય કુમારની વાત કરવામાં આવે તો અક્ષયની અતરંગી રે લોકોને ખુબ પસંદ આવી હતી એટલું જ નહી આ ફિલ્મમાં પણ આ અભિનેતા જોવા મળવાના છે.