લોકગાયિકા અલ્પાબેન પટેલના જાજરમાન લગ્નની ઝલક જુઓ ! જાણો ક્યાં કલાકારો લગ્નમાં પધાર્યા હતા.
હાલ જ લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક કલાકરો ના પણ લગ્ન થઈ રહ્યા છે ત્યારે ગુજરાતી લોકપ્રિય ગાયક અલ્પાબેન પટેલ ના લગ્ન તારીખ 17 ફેબ્રુવારી ના રોજ ઉદય ગજેરા સાથે થયા હતા. અલ્પા બેન પટેલ અને ઉદય ગજેરા એ ગયા વર્ષે જ સગાઈ કરી હતી.
અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા ના લગ્ન અમરેલી જીલ્લા ના બગસરા તાલુકા ના મુંજીયાસર ગામે યોજાયો હતો અને લગ્ન ની સુંદર સજાવટ કરવામા આવી હતી. આ જે લગનની તસ્વીરો આવી છે, તે જોઈને તમે પણ અલ્પા બેન અને ઉદય ગજેરાની જોડી જોઈને મોહી ગયા હશો. ખરેખર એક નવવધુના અવતારમાં અલ્પા બેન પટેલ ખૂબ જ સુંદર લાગે છે.
અત્યાર સુધી અલ્પાબેન પટેલ અનેક લોકોના લગ્નમાં લગ્નના ગીતો ગાયા હશે ત્યારે આજે તેમની આંખોમાં વિદાયનાં આંસુઓ રેલાય ગયા હશે. ખરેખર તેમના લગ્ન ખૂબ જ સુંદર રીતે યોજાયેલ અને આ લગ્નમાં તેમના પરિવારજનો અને ગુજરાતી કલાકારો તેમજ સંગીતની દુનિયા સાથે જોડાયેલ તમામ ગાયક કલાકારોએ પણ હાજરી આપી છે.
ખાસ કરી ને જીગ્નેશ કવિરાજ, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી , સાઈરામ દેવ સહીત અનેક નામચીન કલાકરો અને Music ડાયરેક્ટર અને કપોસજરે હાજરી આપી હતી આ ઉપરાંત સેટ મા આથે કામ કરતા અનેક લોકો એ અલ્પાબેન પટેલ ના લગ્ન મા હાજરી આપી હતી.
આ લગ્નની તસ્વીરો સિવાય ટૂંક સમયમાં આપણને અલ્પાબેન પટેલમાં ઇન્સ્ટા પેજ પર લગ્નની અન્ય રસમોની તસ્વીરો રિલ્સ જોવા મળી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, અલ્પાબેન અને ઉદય ગજેરા એ પોતાના લગ્નમાં પ્રિ વેડિંગ શૂટ ખૂબ જ અનોખી રીતે કર્યો છે.બંનેએ સાથેમળીને ખૂબ ન પ્રેમભર્યું ગીત લખ્યું છે.
આ પ્રિ વેડિંગ શૂટ તેમણે ઉદયપુરમાં કરાવેલું હતું અને આ ગીત તમે યુટ્યુબમાં નિહાળી શકો છો. આ ગીતનું નામ સથવારો છે અને આ શબ્દો બંને એ સાથે લખ્યા છે અને આ ગીત પણ અલ્પાબેન પટેલ એ જ ગાયું છે. ખરેખર આ ગીતમાં અને અલ્પાબેન ના લગ્ન નુ ફોટોશુટ ઉદય ગજેરા અને અલ્પાબેનનું આ પ્રિવેડિંગ શૂટ ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીઝમાં લોકપ્રિય મ્યુઝિક ડાયરેક્ટર પ્રણવ જેઠવા અને તેમની ટીમ જેપી ફોટોગ્રાફી દ્વારા કરવામાં આવી છે.