લોક ગાયક અલ્પાબેન પટેલ ના લગ્ન યોજાયા ! જુવો લગ્નની ખાસ ખાસ તસવીરો
લગ્નનો માહોલ છવાયેલો છે, ત્યારે અનેક કલાકારો લગ્ન કરી રહ્યા છે, ત્યારે આજ રોજ ગુજરાતના સૌથી લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ પણ પ્રભુતના પગલાં માંડ્યા છે. ત્યારે ખરેખર તેમના ચાહકો માટે આ ખૂબ જ ખુશી વાત કહેવાય. આપણે જાણીએ છે.
અલ્પા બહેન પટેલ પોતાના લગ્નની તારીખ સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી. તેમજ તેમને કરાવેલ પ્રિ વેડિંગ ફોટોશૂટ ની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે શેર કરી હતી. ત્યારે અમે આપના માટે લઈને આવ્યા છીએ અલ્પા બેન અને ઉદય ગજેરાના લગ્નની આ ખાસ તસ્વીરો.
અલ્પાબહેનનાં લગનમાં ખૂબ જ શાનદાર ડેકોશન કરવામાં આવ્યું છે, આ ડેકોરેશનની તસ્વીરો જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે, લગન કેટલા ભવ્ય રીતે યોજાયા હશે. લગ્નની આગલી રાતે દાંડિયા રાસ યોજાયા હતા.
જેમાં ગુજરાતી ગાયક કલાકારો એ પણ હાજરી આપી હતી. આ લગ્નની તમામ તૈયારીઓ ખૂબ જ વૈભવશાલી રીતે કરવામાં આવી હતી. હાલમાં આ લગ્નનાં ડેકોરેશનની તસ્વીરો જ સામે આવી છે ટૂંક સમયમાં લગ્નની તસ્વીરો સામે આવશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અલ્પાબેન પટેલ પોતાની સગાઈ તો ખૂબ જ સામાન્ય રીતે કરી હતી પરંતુ લગ્ન ખૂબ જ જ વૈભવશાળી રીત કર્યા છે અને બંનેની આ લગ્નની તસ્વીરો ખૂબ જ સુંદર છે અને આખરે બંને એ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી છે.આપણે સૌ કોઈ જાણીએ કે ઉદય ગજેરા ખૂબ જ સામાન્ય વ્યક્તિ છે અને અલ્પા બહેન તેમની સાદગીપણું અને તેમના સ્વભાવને પસંદ કરીને પોતાના જીવન સાથી બનાવ્યા છે.
આ જે લગનની તસ્વીરો આવી છે જે ખૂબ જ સુંદર છે. અત્યાર સુધી અલ્પાબેન પટેલ અનેક લોકોના લગ્નમાં લગ્નના ગીતો ગાયા હશે ત્યારે આજે તેમની આંખોમાં વિદાયનાં આંસુઓ રેલાય ગયા હશે. ખરેખર તેમના લગ્ન ખૂબ જ સુંદર રીતે યોજાયેલ અને આ લગ્નમાં
તેમના પરિવારજનો અને ગુજરાતી કલાકારો તેમજ સંગીતની દુનિયા સાથે જોડાયેલ તમામ ગાયક કલાકારોએ પણ હાજરી આપી છે. આ લગ્નની તસ્વીરો સિવાય ટૂંક સમયમાં આપણને અલ્પાબેન પટેલમાં ઇન્સ્ટા પેજ પર લગ્નની અન્ય રસમોની તસ્વીરો રિલ્સ જોવા મળી શકે છે.