ગુજરાતી લોક ગાયક અલ્પાબેન પટેલ ના લગ્નનુ પ્રી વેડીંગ ફોટો શુટ યોજાયું ! આ તરીખે યોજાશે લગ્ન
હાલનાં સમયમાં બસ એક જ સ્વર ગુંજી રહ્યો છે. ” ઢોલ ઢમૂક્યાને વર વહુના હાથ મળ્યા, જાણે ઈશ્વરને પાર્વતીના સાથ મળ્યા.” આ સંગીત સાંભળતાની સાથે જ લગ્નનો મંડપ આપણને યાદ આવી જા, જેની વચ્ચે નવયુગલો એકમેકના થવા માટે અગ્નિની સાક્ષી એ ફેરા ફરી જીવન ભરમાં સંગાથી બનવા બેઠાં છે. ખરેખર આ વાત તદ્દન સાચી છે, કારણ કે હાલમાં લગ્નો માહોલ છવાઈ રહ્યો છે, ત્યારે અનેક યુવકો અને યુવતીઓ પોતાના જીવનસાથી સાથે એક નવી શરૂઆત કરવા જઇ રહ્યા છે, આ રૂડો પ્રસંગ એટલે લગ્ન!જ્યારે દરેક નવયુગલો લગ્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ ઉદય ગજેરા સાથે પ્રભુતામાં પગલાં માંડશે! ખરેખર ત્યારે આ શુભ અવસરની તેમના ચાહકો પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હશે. અલ્પાબેન પટેલ ને નવવધુના રૂપમાં જોવાની તમારી ઈચ્છા બહુ જલ્દી જ પૂર્ણ થઈ જશે કારણ કે, અલ્પાબેનનાં લગ્ન 17 ફેબ્રુઆરીનાં રોજ થશે. આ લગ્ન પણ ખૂબ જ યાદગાર અને અતિ જાજરમાન યોજાશે! આપણે સૌ કોઈ જાણીએ છે કે, 9 નવેમ્બરનાં રોજ ઉદય ગજેરા સાથે સગાઈ કરી હતી અને આ ખુશ ખબરી પોતાના ચાહકોને સોશિયલ મીડિયામાં દ્વારા આપી હતી.
હવે જ્યારે તેમના જીવનનો સૌથી રૂડો અને યાદગાર પ્રસંગ આવી રહ્યો છે, ત્યારે તેની ખુશ ખબર પણ કંઈક ખાસ રીતે આપવા જઇ રહ્યા છે. હાલમાં લગ્નમાં પ્રિ વેડિંગ ફોટો શૂટ અને વિડીયોગીત નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે અલ્પા બહેન પટેલ અને ઉદય ગજેરા એ ઉદયપુરનાં સૌંદર્યમય અનવ રોમાંચક સ્થાનોમાં પોતાનું પ્રિવેડિંગ શૂટ કરાવેલ છે.
સૌથી મહત્વની વાત છે કે, અત્યાર સુધી અલ્પા બહેન ગીતો ગયા હશે અને લખ્યા પણ હશે પરતું તે બીજાઓ માટે પરતું આ વખતે પોતાના જીવનની શરૂઆત કરતા પહેલા તેને જીવનભરનું સંભારણું બનાવવા માટે અલ્પાબેન અને ઉદય ગજેરા એ સાથે મળીને ગીત લખ્યું છે.
આ ગીતનાં શબ્દો ત્યારે જીવંત બનશે જ્યારે અલ્પા બહેનો સ્વર ગુંજશે! આ તમામ ક્ષણો સૌ ચાહકવર્ગ નિહાળી શકે અને સાંભળી શકે તે માટે ઉદય પૂરનાં કુદરતી, પૌરાણિક, પ્રાચીન અનવ કલાત્મક અને ભવ્ય મહેલો જેવા અતિ સુંદર લોકેશન પર આ ગીતનું ડાયેકશન ગુજરાતી સિનેમાનાં સોંગ ડાયરેકટર પ્રણવ જેઠવા અને તેમની ટીમ જેપી ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યું છે. જેમા મ્યુઝીક હિંમાશુ ગઢવી અને હર્ષ પટેલે આપ્યુ જયારે મીક્સીંગ માટે રાકેશ દેસાઈ ફાળો આપ્યો હતો.
ટૂંક જ સમયમાં અતિ સુંદર અને મનમોહક અલ્પાબેન અને ઉદય ગજેરાનાં પ્રિવેડિંગ ફોટોશૂટની તસ્વીરો અને અલ્પાબેન અને ઉદય ગજેરા એ સાથે મળીને પોતાનાં હ્દય ની લાગણીઓ અને પ્રેમમેં શબ્દો થકી કે રજૂ કરી રહ્યા છે, સોંગ ખરેખર દરેક ગુજરાતીઓનું હ્દય જીતી લેશે. પ્રણવ જેઠવા દ્વારા નિર્દેશીત થયેલું આ સોંગ ખરેખર આપણે નિહાળતા જ રહી જશો.
અલ્પાબેન અને ઉદય ગજેરા આવી અનોખી રીત લગ્નનું પ્રિવેડિંગ કરાવ્યું એ ખૂબ જ ઉમદા અને પ્રિય છે, ભાગ્યે જ કોઈ કલાકારે આવું કર્યું હશે.આ તમામ વાતો સાંભળીને તમે પણ આ પ્રિવેડિંગ સોંગ અને ફોટોશૂટની રાહ જોવા આતુર થઈ ગયા હશો, બરોબરને?