ગુજરાતના આ સ્થળે છે મુકેશ અંબાણીનું સૌથી જુનું ઘર, લગભગ ૧૦૦ વર્ષ ….જાણો આ પૂરી વાત વિશે
મિત્રો જયારે ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિની વાત કરવામાં આવે તો આપણા મોઢામાં સૌ પ્રથમ એક વ્યક્તિનું જ નામ આવશે તે છે મુકેશ અંબાણી. હા, મુકેશ અંબાણીએ પોતાના દમ અને મેહનત દ્વારા પોતાની એક અલગ જ ઓળખાણ ઉભી કરી લીધી છે જેને દુનિયમાં સૌ કોઈ જાણે જ છે. મુકેશ અંબાણી પેટ્રોલિયમ, ટેલિકોમ્યુનિકેશન જેવા ઘણા બધા શેત્રમાં પોતાની ધાક જમાવી દીધી છે. પણ શું તમે જાણો છો? મુકેશ અંબાણી ગુજરાતમાં ક્યા શેહરમાં રહેતા અને ક્યા મકાનમાં રેહતા? ઘણા ઓછા લોકો આ વાત વિશે જાણે છે તો ચાલો તમને જણાવી દઈએ.
અમુક એહવાલો મુજબ જાણવા મળ્યું છે કે આ મકાન લગભગ ૧૦૦ વર્ષ જુનું છે અને તે ચોરવાડ ગામમાં આવેલ છે, જાણવા મળ્યું છે કે આ મકાન મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ ખરીદ્યું હતું. ધીરુભાઈ અંબાણી આ ચોરવાડ ગામથી ફક્ત ૫૦૦ રૂપિયા લઈને નીકળ્યા હતા અને પછી જયારે પરત ફર્યા ત્યારે ગામના જ નહી પણ દેશના સૌથી સફળ બિઝનેસમેન બની પરત ફર્યા હતા.
ભારતના સૌથી સફળ કારોબારી ધીરુભાઈ અંબાણીના નિધન બાદ સંપતી અને ધંધાના ભાગને લઈને મુકેશ અંબાણી અને અનીલ અંબાણી વચ્ચે ખુબ અનબન રહી અને બંને ભાઈઓ વચ્ચે દુરી પણ વધી ગઈ. વર્ષ ૨૦૧૧માં સંપતી અને ધંધાના ભાગ પડ્યા બાદ જ આ બે ભાઈઓ વચ્ચેની અનબન દુર થઈ. જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૧માં ધીરુભાઈની પત્ની કોકિલા બેનએ પોતાના પતિની યાદમાં
ચોરવાડ ગામમાં સ્થિત સો વર્ષ જુના મકાનને એક મેમોરિયલ જગ્યા બનાવી દીધી અને તેને ધીરુભાઈ અંબાણી મેમોરિયલ આપ્યું.
રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આ મેમોરિયલ પ્લેસને ફરવા આવતા લોકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું, અહી કોઈ પણ ફરવા આવેલી વ્યક્તિ વિઝીટ લઈને અંબાણી પરિવારનો ઈતિહાસ જાણી શકે છે અને સાથો સાથ એ પણ જાણી શકે છે કે પેહલા ગુજરાતમાં કેવા કેવા બાંધકામ થતા.
ધીરુભાઈ અંબાણી લગ્ન બાદ કોકીલાબેનને ચોરવાડ ગામના આ મકાનમાં રેહવા માટે લાવ્યા હતા. ધીરુભાઈના યમન ગયા પછી લગભગ કોકીલાબેન આ ઘરમાં ૮ વર્ષો વિતાવ્યા હતા. આપણે સૌ કોઈ ધીરુભાઈ અંબાણીની મહાનતા વિશે જાણીએ જ છીએ. ગામમાં બળદ ગાડું ચલાવ્યા બાદ તેઓએ યમનમાં તેણે કાર ખરીદી અને પછી મુંબઈમાં પ્લેન અને હેલિકોપ્ટર ખરીદ્યું હતું.