અમદાવાદના વ્યક્તિએ દુઃખ ભર્યો સુસાઈડ લખીને ઝેર ઘટઘટાવી લીધું! સુસાઈડ નોટમાં કહ્યું કે મારી આત્મહત્યાના જવાબદાર…જાણો પૂરી ઘટના વિશે

ગુજરાત રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જ જઈ રહ્યા છે, એવામાં હાલ ફરી એક વખત અમદાવાદમાંથી એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ દુઃખદ સુસાઇડ નોટ લખીને ઝેર ઘટઘટાવી લીધું હતું જે પછી તેને હોસ્પિટલ ખસેડતા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. સુસાઈડ નોટ દ્વારા તે શા માટે આત્મહત્યા કરી રહ્યા છે તેનો પણ ખુલાસો કર્યો હતો.

શહેરના સરખેજ વિસ્તારમાં વસવાટ કરતા મુકેશભાઈ જાદવે ૧૮મેં નાં રોજ ઝેરી દવા પીય લીધી હતી જે પછી તેઓને તરત જ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં જ્યારે કોન્ટ્રકટના હિસાબ માટે મૃતક મુકેશભાઈની ડાયરી તપાસતા તેમાંથી એક સુસાઈડ નોટ મળી આવ્યો હતો જેમાં તેઓએ પોતાની આત્મહત્યા કરવા પાછળ સાળા તુલસી ચૌહાણ અને કાકા સસરા શંકર ચૌહાણને જવાબદાર ગણાવ્યા હતા.

મુકેશભાઈએ સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે ,તમને તો ખબર જ છે કે બધાને ખુશ રાખવા કેટલા મુશ્કેલ છે તેમ છતાં મેં બધું કર્યું, રાતદિવસ કામ કરી કરીને પણ મેં બધાને ખુશ રાખ્યા હતા. પણ તોય મને કોઈ સમજી શક્યું હતું નહી, તમારી બહેનને(મૃતકની પત્ની કુસુમ) સમજવું જોઈએ કે જ્યાં સુધી હતા ત્યાં સુધી મદદ કરી જ હતી અને હવે મદદ નથી કરતો તો કારણ વગરના ઝગડાઓ કરવા લાગે છે, મારું ઘરતો ઉજાડે છે સાથો સાથ બીજાના ઘરને પણ ઉજાડે છે.

મુકેશભાઈએ સુસાઈડ નોટમાં ચોખવટ કરી દીધી હતી કે તેની આત્મહત્યા કરવા પાછળનું કારણ તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ જ છે. એટલું જ નહી તેઓએ પોતાની મિલકત વિશે પણ જણાવતા કહ્યું હતું કે તેઓની મિલકત પર તેની પત્નીનો કોઈ હક નથી કારણ કે જો મિલકત પત્નીને મળશે તો તે તેના ભાઈને આપી દેશે, આથી તમામ મિલકત પર તેમના ભાઈ અને સંતાનોનો હક છે તેવું જણાવ્યું હતું.

તેઓએ કહ્યું હતું કે તેની પત્ની કુસુમ જો આવવા માંગે તો ઘરે આવવા દેજો કારણ કે તેના પણ છોકરા છે, મારી ગયા પછી તે કદાચ સુધરી જશે. જય માતાજી. મૃતકે સુસાઈડ નોટમાં આવું લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલ પોલીસે આ બંને વિરુધ આત્મહત્યા અને દુષ્પ્રેરણનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક વિડીયો પણ મળી આવ્યો હતો. એટલું જ નહી ફરિયાદ કરનાર વ્યક્તિએ પણ આરોપ લગાવ્યો હતો કે આ આરોપીઓ વારંવાર મૃતકના ભાઈને ધમકાવતા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *