અમિતાભ અને જ્યા બચ્ચનએ એક શરતને અધીન રહીને લગ્ન કર્યા હતા! આ શરત વિષે જાણશો તો તમે પણ દંગ રહી જશો.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડી બોલિવૂડના આદર્શ યુગલોમાંથી એક છે. હિન્દી સિનેમાની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી જયા બચ્ચને તેની કારકિર્દીમાં શ્રેષ્ઠ પાત્રોમાંનું એક ભજવ્યું હતું. 1963માં સત્યજીત રેની ફિલ્મ મહાનગરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જયા બચ્ચને નવ ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.
જયાએ 3 જૂન 1973ના રોજ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એક શરતે લગ્ન કર્યા હતા. ચાલો હું તમને આ વાટ વિષે સંપૂર્ણ માહિતગાર કરું. અમિતાભ બચ્ચન અને જયા ફિલ્મ ગુડ્ડીના સેટ પર મળ્યા હતા જેમાં બંનેએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બાવર્ચી ફિલ્મના સેટ પર જેમાં જયા ભાદુરી અને રાજેશ ખન્ના સાથે કામ કરતા હતા, અમિતાભ નિયમિતપણે જયાને મળવા આવતા હતા અને આ રીતે તેમનો પ્રેમ ખીલ્યો હતો.
અમિતાભ અને જયાએ અચાનક લગ્ન કરી લીધા. અમિતાભે કહ્યું હતું કે ફિલ્મ ઝંજીરની સફળતા બાદ બધા મિત્રો સાથે લંડન જવાની તૈયારી કરી રહ્યા હતા જેમાં જયા પણ તેમની સાથે હતી. પરંતુ પિતા હરિવંશરાય બચ્ચનની શરતોને કારણે બંનેએ લગ્ન કરવા પડ્યા. મિત્રો આપણે અવારનવાર આવી બોલીવુડને લગતી તમામ ઘટનાઓ ચર્ચામાં આવતી હોય છે.
વાસ્તવમાં, જ્યારે હરિવંશરાય બચ્ચનને ખબર પડી કે લંડન જનારા મિત્રોમાં જયા પણ સામેલ છે, ત્યારે તેમણે કહ્યું કે જો જયા અને અમિતાભ એકસાથે લંડન જવા માગે છે, તો બંનેએ પહેલા લગ્ન કરવા પડશે. આ કારણથી લંડન જતા પહેલા બંનેએ 3જી જૂન 1973ના રોજ સાદા સમારંભમાં લગ્ન કરી લીધા હતા અને તે જ દિવસે બંને હનીમૂન માટે લંડન જવા રવાના થયા હતા.