ગોંડલમાંથી વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો!યુવકે પત્નીને sorry કહ્યું અને તળાવમાં ઝંપલાવી દીધું…કારણ છે ખુબ ચોકાવનારું

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અનેક એવા આત્મહત્યાના બનો સામે આવી રહ્યા છે જેમાં કોઈને કોઈ કારણોને લીધે યુવક કે યુવતી મૌને ભેટી જતા હોય છે, એવામાં જો ગોંડલ વિશે વાત કરવામાં આવે તો છેલ્લા પંદર દિવસમાં ગોંડલમાં અનેક એવા આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. એવામાં ફરી એક વખત ત્યાંથી જ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.

જણાવી દઈએ કે ગોંડલમાં આવેલ જેતપુર રોડ સાંઢીયા પુલ નજીક આવેલ મોહનનગરમાં રેહા ખુશાલ પરબતભાઈ નાકરાણી(ઉ.વ.25) સોમવારની સાંજે વેરી તળાવમાં ઝંપલાવીને જીવન ટુકાવી લીધું હતું, મૃતકે આત્મહત્યા કરતા પેહલા પત્નીને સોરી કહ્યું હતું જયારે તેના મિત્રોને કહ્યું હતું કે તેની ગાડી વેરી તળાવ નજીક બંધ પડી ગઈ છે. જે પછી મિત્રોને શક જતા તેઓ સીધા વેરી તળાવે પોહચ્યા હતા જ્યાં ખુશાલ ભાઈનો ફોન અને બાઈક મળી આવી હતી પણ તેઓ ત્યાં હતા નહી.

આવું જોતાની સાથે જ મિત્રોએ પોલીસને જાણ કરી દીધી હતી, જે પછી પોલીસે ખુશાલભાઈના મૃતદેહને પાણી માંથી કાઢીને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે કારણ ખુશાલના લગ્નને અઢી માસ જ થયા હતા ત્યાં ખુશાલ ભાઈએ આવું પગલું ભરી લેતા સૌ કોઈ શોકમગ્ન બન્યું હતું.

પોલીસે મૃતકના મિત્ર અને પરિવારજનોને પૂછપરછ કરી હતી જેમાં મિત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા થોડાક દિવસોથી ખુશાલભાઈ આર્થિક સંકળામણને કારને ખુબ જ ટેન્શનમાં રેહતા હતા આ કારણને લીધે જ તેઓએ આત્મહત્યા કરી હોય તેવું હાલ સામે આવ્યું છે. જણાવી દઈએ કે કુશાલ ભાઈ માર્કેટિંગ યાર્ડમાં કમિશ્નરના એજન્ટ તરીકે કામ કરતા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *