ભારતના વીર જવાનએ કર્યો રોચક સ્ટંટ, આ વિડીયો શેર કરતા વિધુત જામવાલ કહ્યું કે…જુઓ વાયરલ વિડીયો
એક્ટર વિદ્યુત જામવાલ, જે શાનદાર સ્ટંટ કરવા માટે જાણીતો છે, તે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. વિદ્યુત જામવાલ વિશ્વના ટોચના છ માર્શલ આર્ટ કલાકારોની યાદીમાં સામેલ છે. એટલું જ નહીં, લુપરની ક્યુરેટેડ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનાર વિદ્યુત એકમાત્ર ભારતીય છે. વિદ્યુત જામવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અદ્ભુત સ્ટંટનો એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ વીડિયોમાં એક જવાન દેખાય છે જેણે સેનાનો યુનિફોર્મ પહેર્યો છે. એ યુવકનો સ્ટંટ જોઈ કોઈ પણ વ્યક્તિ દાંત નીચે આંગળી દબાવી દે. પહેલા સ્ટંટમાં, જવાન લાકડાના વાંસને જમીનની ઉપર વાંકાચૂકા સ્ટેન્ડ બનાવે છે અને પછી પોતે તેના પર ચઢીને જબરદસ્ત સંતુલન બનાવતો જોવા મળે છે.
Jai Hind pic.twitter.com/ca7T8R927t
— Vidyut Jammwal (@VidyutJammwal) January 4, 2022
બીજા સ્ટંટમાં જબરદસ્ત, હવામાં ઉડતો ખૂબ જ સરળતાથી સ્ટંટ કરતો જોવા મળે છે. આગળના સ્ટંટમાં, તે 3 કાચની બોટલો પર તેના બંને પગ અને એક હાથ વડે પુશઅપ્સ કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકો પૂછી રહ્યા છે કે આ ભાઈ કોણ છે? વિદ્યુત જામવાલે જે જવાનનો વીડિયો શેર કર્યો છે તેનું નામ અનમોલ ચૌધરી જણાવવામાં આવી રહ્યું છે. અનમોલે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના સ્ટંટના ઘણા વીડિયો શેર કર્યા છે.