‘બબીતાજી’ ના વિવાદિત વિડીયોને લઈને કોર્ટએ આપ્યો મોટો જટકો! જાણો એવો તો શું વિવાદિત વિડીયો હતો કે જેનાથી આ અભિનેત્રીને કોર્ટ જવું પડી રહ્યું છે
ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ મુનમુન દત્તાની મુશ્કેલીઓ વધી રહી છે. ગયા વર્ષે તેની સામે એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ જ કેસમાં, તેણી આગોતરા જામીન માટે હિસારની વિશેષ અદાલતમાં ગઈ હતી, જ્યાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે તેમના પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. જોકે, તેના વકીલોએ ઉચ્ચ અદાલતમાં જવાની વાત કરી છે.
હકીકતમાં, ગયા વર્ષે 9 મેના રોજ મુનમુનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે અનુસૂચિત જાતિ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને તેની વિરુદ્ધ હિસારના હાન્સીમાં ફરિયાદ કરી હતી. જેના પર પોલીસે મુનમુન દત્તા વિરુદ્ધ 13 મેના રોજ એસસી-એસટી એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તેની સામે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આવા જ કેસ નોંધાયેલા છે.
તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા આ મામલે સુપ્રીમ કોર્ટ પણ ગઈ હતી. ત્યાં તેમણે માંગ કરી હતી કે દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા કેસો હરિયાણાના હાન્સીમાં એક જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. આ સાથે તેણે કોર્ટને તમામ કેસ નોંધવા વિનંતી કરી હતી. જો કે, ત્યાંથી તેને આંચકો લાગ્યો હતો. ત્યારબાદ તેના વકીલો મામલો હાઈકોર્ટમાં લઈ ગયા, ત્યાં કોઈ નિર્ણય આવે તે પહેલા મુનમુનના વકીલોએ અરજી પાછી ખેંચી લીધી. ત્યારપછી મુનમુન વતી હિસારમાં એસસી-એસટી મામલાઓ માટે સ્થાપિત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર 25 જાન્યુઆરીએ બંને પક્ષે ચર્ચા થઈ હતી. આ પછી શુક્રવારે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસન પણ વ્યવસાયે વકીલ છે. તેણે આ પહેલા ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિનેત્રી યુવિકા ચૌધરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ બંને પર દલિત સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો પણ આરોપ હતો. જોકે બાદમાં બંનેએ જામીન લીધા હતા.