યાદગાર પ્રસંગ કે જયારે બજરંગદાસ બાપા એ ભક્ત ગોવિંદ પટેલ નુ લેણુ ચુકવી દીધુ
બજરંગદાસ બાપુ એ પોતાના જીવનકાળમાં અનેક પરચા પૂર્યાં છે! ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય કારણ કે, એમને સદાય દરેક ભક્તોના જીવનને કલ્યાણકારી બનાવ્યુ છે. ત્યારે આજે અમે આપને એક એવી વાત જણાવીશું કે, બાપા એ પોતાના હરિભક્તનું દેવું ચૂક્વ્યુ! ત્યાતે ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહીતી આપીએ કે આખરે કંઈ રીતે બાપા એ પોતાના વહાલા ભક્તની ઇચ્છાને સમજીને તેમનું દેવું જાતે ચૂક્વ્યુ. ચાલો આ ચમત્કારી ઘટના જાણીને ધન્યતા અનુભવીએ.
બાપા એ પોતાના જીવનમાં કાળમાં સેવા ભાવ સદાય રાખ્યો છે અને એજ બજરંગ દાસ બાપુ હાલ જે વલભી પુર પાસે કાનપર ગામા ગોવિંદ પટેલ નામના એક ભક્ત છે. બાપુની આનંદ થી ભક્તિ કરે બાપુના રંગે રંગાઈ ગયા હતા. બાપુના ચરણોમાં પોતાનું સમર્ણપણ કર્યું હતું. ભક્તિનો રંગ લાગી ગયો હતો. પરમાત્મા ભક્તોની પરીક્ષા મોવ કરે. ત્રણ ત્રણ દુકાળ પડ્યો ખેતી વગર કોઈ આધાર નથી. માથે લેણાં વધવા લાગ્યા રાત્રે ઊંઘના આવે. માથાના વાળ જેટલું લેણું હતું. રાત્રે સૂવા માટે ત્રણ જગ્યા બદલાતા હતા. ત્યારે દુકાળ પડ્યો. તેમને ખેતરમાં કપાસ કર્યો હતો. એ વખત 18 હજાર રૂપિયા કપાસના વાવેતર માટે રોક્યા હતા.
એમાં ઉપાડ માત્ર 8 હજાર રૂપિયા આવ્યા. માથે લેણું વધવા લાગ્યું. એ 8 હજાર રૂપિયા લઈ વિચાર કર્યો છેલે બગદાણા બજરંગદાસ બાપા ના ચરણોમાં મૂકી દવ. બગદાણા આવ્યા બાપાના ચરણોમાં 8 હજાર રૂપિયા મૂકી દીધા અને ઘરે આવી ઝેરી દવા પી લીધી. બાપાએ મોટર તૈયાર કરાઈ કાનપર આવ્યા. પોતાની વાડીમાં દવા પી તરફડીયા મારતો ગોવિંદ પટેલ સૂતો છે. બાપા વાડીએ ગયા અને ગોવિંદને કહ્યું ખોટા મારવાના કરીશ. અને બે ઉલટી સાથે બધી દવા નીકળી ગઈ.
અને કહ્યું કેમ આવું કર છું. ગોવિંદે કહ્યું મારા માથે લેણું વધી ગયું છે. બાપાએ કહ્યું આવા ગોડા ના કાઢી નરસિંહ મેહતા હૂંડી મારો નાથ સ્વીકારતો હોય તો તારે દવા પીને મારવાની શું જરૂર છે. અને કહ્યું ગોવિંદ મારી સાથે ગામમાં ચાલ તારા બધા લેણેદાર ને બોલાવ. પછી બધા ને બોલાવ્યા. અને ત્રણ દિવસ સુધી બાપા રોકાયા અને ગોવિંદ પટેલનું લેણું ચૂકવી દીધું. એટલું જ નઇ કરિયાણા દુકાનથી લઈ લોટની ઘંટી સુધી બધાના લેણાં ચૂકવી દીધા. અને કહ્યું હવે ક્યારેય મુંઝાતો નાઈ. હવે એક પછી એક ગોવિંદ પટેલ સંપત્તિ વધવા લાગી. આ છે બાપ બજરંગદાસની ભકતિનો પ્રપાત જેમનાં થકી અનેક લોકોનું કલ્યાણ થયું.