સ્વ.બપ્પી લહિરી તેના સંતાનો માટે આટલા કરોડની સંપતી છોડતા ગયા જેમાં BMW અને….જાણો તેની તમામ સંપતી વિશે
બોલિવૂડમાં ડિસ્કો અને પોપ સંગીતના યુગની શરૂઆત કરનાર બપ્પી લાહિરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. આજે ભલે આખી દુનિયા તેમને બપ્પી લાહિરી તરીકે ઓળખે છે, પરંતુ તેમનું અસલી નામ આલોકેશ લાહિરી હતું.
પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરી ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેઓ તેમના અમૂલ્ય ગીતોને કારણે હંમેશા ચાહકોના દિલ પર રાજ કરશે. તેઓ માત્ર તેમના ગીતો માટે જ નહીં પરંતુ તેમની આગવી શૈલી માટે પણ જાણીતા હતા. બોલિવૂડમાં ડિસ્કો અને પોપ સંગીતના યુગની શરૂઆત કરનાર બપ્પી લાહિરીનો જન્મ 27 નવેમ્બર, 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો.
આજે ભલે આખી દુનિયા તેમને બપ્પી લાહિરી તરીકે ઓળખે છે, પરંતુ તેમનું અસલી નામ આલોકેશ લાહિરી હતું. બપ્પી દા માત્ર તેમના ડિસ્કો મ્યુઝિક માટે જ નહીં પરંતુ ઘણું સોનું પહેરવા અને હંમેશા ગોગલ્સ પહેરવા માટે પણ જાણીતા હતા. ચાલો જાણીએ કે તેણે કેટલી સંપત્તિ છોડી છે.
બપ્પી લાહિરીએ 2014માં જ્યારે ભાજપની ટિકિટ પર પશ્ચિમ બંગાળના સેરામપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે તેણે એફિડેવિટ રજૂ કર્યું હતું. તે સમયે, ઉમેદવારી નોંધાવતી વખતે, તેણે તેની કુલ સંપત્તિ ઉપરાંત સોના અને ચાંદીની વિગતો આપી હતી. તે સોગંદનામા મુજબ, તેના બપ્પી પાસે 754 ગ્રામ સોનું હતું, જેની કિંમત (તે સમયે) 17,67,451 લાખ રૂપિયા હતી.
આ સિવાય બપ્પી લાહિરી પાસે પણ 4.62 કિલો ચાંદી હતી.આ ચાંદીની કિંમત (તે સમયે) 1,99,000 રૂપિયાની આસપાસ હતી. તે જ સમયે, તેની વર્તમાન કિંમત લગભગ 2.91 લાખ રૂપિયા થઈ ગઈ છે. સોનાના શોખીન બપ્પી લાહિરીની કુલ સંપત્તિ 12 કરોડ રૂપિયા હતી. આટલું જ નહીં, એફિડેવિટ મુજબ તેમની પાસે BMW અને Audi સહિત 5 લક્ઝરી કાર છે.
તેમની પાસે ટેસ્લા એક્સ કાર છે જેની કિંમત 55 લાખ રૂપિયા છે. છે. એટલું જ નહીં, બપ્પીએ હિટ ગીતોની યાદમાં પોતાના ઘરમાં ગોલ્ડ પ્લેટેડ ડિસ્ક લગાવી છે. તમને જણાવી દઈએ કે બપ્પી લહેરી પોતાની પાછળ પત્ની ચિત્રાની લાહિરી, પુત્ર બપ્પા લહેરી, પુત્રી રીમા લહેરી અને પૌત્ર સ્વસ્તિક બંસલને છોડી ગયા છે.