ભાવનગરના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે તળાવમાં 5 યુવકો ડૂબ્યા એક યુવકની શોધ ખોળ શરૂ

ભાવનગર તાલુકાના મોટા ખોખરા ગામે સાંજના સમયે પાંચ યુવકો ખોખરા ગામે આવેલા તળાવમાં નાહવા પડતા પાંચ યુવકો તળાવના ઉંડા પાણીમાં ડૂબતા બુમા બુમ કરી હતી. જેથી સ્થાનિક લોકોએ મદદે દોડી આવી ડૂબતા ચાર યુવકોને પાણીમાંથી બહાર કાઢીને બચાવ્યા હતા.
ભાવનગરઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે આવેલા તળાવમાં સાંજના સમયે નાહવા પડેલા પાંચ યુવકો પાણીમાં ડૂબતા ચારને બચાવી લેવાયા જ્યારે એક યુવક તળાવના પાણીમાં લાપતા થતા ફાયર વિભાગની ટીમ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોટા ખોખરા ગામે 5 યુવકો ડૂબ્યા ભાવનગર તાલુકાના મોટા ખોખરા ગામે સાંજના સમયે પાંચ યુવકો ખોખરા ગામે આવેલા તળાવમાં નાહવા પડતા પાંચ યુવકો તળાવના ઉંડા પાણીમાં ડૂબતા બુમા બુમ કરી હતી. જેથી સ્થાનિક લોકોએ મદદે દોડી આવી ડૂબતા ચાર યુવકોને પાણીમાંથી બહાર કાઢીને બચાવ્યા હતા. જ્યારે એક યુવક લાપતા રહેતા સ્થાનિક લોકો દ્વારા ડીઝાસ્ટર ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી તેમજ યુવકના રેસ્ક્યુ માટે ફાયરની એક ટીમને મોકવામાં આવી હતી.

ફાયર ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ મળતી માહિતી અનુસાર, ખોખરા ગામે તળાવમાં સાંજે પાંચ વાગ્યાનો લાપતા વિદ્યાર્થી ચિરાગ હરેશભાઈ રાજાઈ બીએમ કોમર્સનો વિદ્યાર્થી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ. ફાયર વિભાગ દ્વારા પાંચ તરવૈયા સાથે મોડી સાંજ સુધી વિદ્યાર્થીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી વિદ્યાર્થીની ભાળ નહીં મળતા વહેલી સવારથી ફાયર ટીમ દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *