ભાવનગરની હેરીટેજ બાર્ટન લાઈબ્રેરીનો આજે 138મો સ્થાપના દિન
ભાવનગર ના રાજવી ઓ ભાવનગર ના વિકાસ માટે ખુબ અગ્રેસર હતા અને અનેક હેરીટેજ સ્થળો ભાવનગર મા આવેલા છે. ભાવનગર ની પ્રજા નુ કલ્યાણ થાય એ માટે અનેક કામો ભાવનગર ના મહારાજા એ કર્યા છે.
એમાની એક બાર્ટન લાઈબ્રેરી પણ છે 138 વર્ષ પહેલાં એટલે કે ૩૦.મી ડિસે.૧૮૮૨માં ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી જૂની બાર્ટન લાઈબ્રેરીનો ૧૩૮મો સ્થાપના દિનના આજે છે. બાર્ટન લાઈબ્રેરી ગુજરાત ની સૌથી જુની લાઈબ્રેરી માથી એક છે. છગનભાઈ પ્રસાદ દેસા દ્વારા દેવામાં આવેલા 5000 પુસ્તકો થી શરુ થયેલી આ લાઈબ્રેરી આજની તારીખે ૭૫૦૦૦ પંચોતેર હજાર પુસ્તકો,દુર્લભ હસ્તપ્રતોનો અમુલ્ય સંગ્રહો,તેમજ દૈનિક અખબારો,મેગેઝીનોથી સમુધ્ધ લાઈબ્રેરીમાં ૬૦૦થી વધુ વાચનપ્રેમી ભાવેણાવાસીઓ નિયમિત મુલાકાત લઈ જ્ઞાનમાં વૃધ્ધિ કરે છે.
બાર્ટન લાઈબ્રેરી હવે ૨૧ મી સદીમાં આધુનિકતાના યુગમાં કદમ મિલાવી પુસ્તકોની યાદી પુરેપુરી કોમ્પ્યુટરાઈઝ કરવાના સઘન પ્રયત્નો કરે છે.જે ધીમે ધીમે થઈ જશે. નવા વાર્ષિક લવાજમ ભરવાવાળા અને આજીવન ૧૦ વર્ષ માટે સભ્યપદ ધારણ કરવા ઇચ્છુકની સંખ્યા પણ દિનપ્રતિદિન વધતી જ જાય છે જે ભાવનગરની બાર્ટન લાઈબ્રેરીનો પ્રભાવ છે.
આ હેરીટેઝ લાઈબ્રેરી દેશ-વિદેશના રહેવાસી/પર્યટકો અચૂક મુલાકાત લઇ ખુબ જ પ્રભાવિત થઈ આનંદ અનુભવે છે. ભાવનગર તેમજ અન્ય શહેર જીલ્લાના વાચન પ્રિય જનતા એક વખત અવશ્ય લાભ લે તેવી આ તકે સૌને આદર પૂર્વક વિનંતી છે.