પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ભાવનગરના પોલીસે પકડી પાડી

મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સાહેબની ચોક્કસ બાતમી આધારે રાજસ્થાનથી પશુ-આહારની બોરીની આડમાં છૂપાવી લવાતા મસમોટા ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૧,૯૦૪ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૩૯,૭૫,૨૦૪/- ના મુદ્દામાલ સાથે બે આરોપી ને પકડી પાડતા એ.એસ.પી.શ્રી સફિન હસન સાહેબની ટીમ તથા નીલમબાગ પોલીસ સ્ટાફ તથા ભાવનગર શહેર પોલીસ.

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સાહેબ નાઓને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ ઉપર અંકુશ મુકવા અંગે સુચના આપેલ હતી. જે અન્વયે

આજરોજ તા-૧૩/૦૬/૨૦૨૧ નાં રોજ ભાવનગર મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સાહેબને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન પાસિંગનાં એક મોટા ટ્રક-ટ્રેલરમા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ પસાર થવાનો છે જેથી નીલમબાગ પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.એ.દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફ સાથે વોચમા હતાં દરમ્યાન નીચે મુજબના આરોપીઓ તથા મુદ્દામાલને પકડી પાડવામાં મોટી સફળતા મળેલ છે.

પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ:૧૧,૯૦૪ કિ.રૂ.૧૧,૯૦,૪૦૦/- તેમજ ટ્રક-ટ્રેલર ની કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- તથા ૩ મોબાઇલ ફોન કિ.રૂ.૬૦૦૦/- તથા પશુ-આહાર કિ.રૂ.૨,૭૮,૮૦૪/- મળી કુલ કિ.રૂ.૩૯,૭૫,૨૦૪/-પકડાયેલ આરોપીઓ ૧-ગજાનન હર્ષારામ જાટ ઉ.વ.૨૧ રહે- ખિરોડ રાજસ્થાન ૨-સતવીર હરફુલસીગ જાટ ઉ.વ.૩૦. રહે. ધમૉરા રાજસ્થાન

આ સમગ્ર કામગીરીમાં એ.એસ.પી. સફિન હસન સાહેબ તથા નીલમબાગ પો.સ્ટેના પોલીસ ઇન્સ. શ્રી.વી.એ.દેસાઈ સાહેબ તથા એ.એસ.પી.કચેરીના એ.એસ.આઈ.યૉગેન્દૂભાઈ,તથા પો.કોન્સ.જીગ્નેશભાઈ, તથાપો.કોન્સ.હરજીતસિંહ,તથા નીલમબાગ પો.સ્ટેના ડી-સ્ટાફનાં પો.હેડ.કોન્સ એ.એ.ગોહિલ તથા પો.કોન્સ માનદીપસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ જયરાજસિંહ પી. ગોહિલ તથા પો.કોન્સ બળદેવભાઇ રતનસંગભાઇ તથા પો.કોન્સ ધર્મેંદ્રસિંહ વીરદેવસિંહ તથા પો.કોન્સ ગોરાંગભાઈ પંડ્યા તથા પો.કોન્સ રાઘવેન્દ્રસિંહ વી. ગોહિલ તથા પો.કોન્સ જયદીપસિંહ એ. ગોહિલ તથા પો.કોન્સ અર્જુનસિંહ જી ગોહિલ તથા ભાવનગર શહેર પો.સ્ટે.ના પો.કોન્સ કુલદીપસિંહ કે. સરવૈયા તથા પો.કોન્સ હર્ષદસિંહ વાળા તથા પો.કોન્સ હારિતસિંહ ગોહિલ તથા હિરેન ભાઈ સોલંકી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *