જાહેર રસ્તા પર યુવકે કર્યા દિલધડક સ્ટંટ! પણ પછી યુવક એવી રીતે પડ્યો કે પાવળું પાણી નહી માંગે…જુઓ આ વિડીયો
મિત્રો આમ તો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર વિડીયોની ભરમાર હોય છે, એવામાં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા પછી અમુક વખત આપણને હસવું આવી જતું હોય છે તો અમુક વખત તેને જોઇને ભાવુક પણ થઈ જતા હોઈએ છીએ. પણ વર્તમાન સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે બાઈક સ્ટંટ કરતા હોય છે.
જીવને જોખમમાં મૂકીને કરવામાં આવતા આવા દિલધડક સ્ટંટ ક્યારેક ભારે પડી શકે છે તે આ વિડીયો દ્વારા સાબિત થાય છે, આજે અમે આ લેખના માધ્યમથી આવો જ એક વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે પણ ઘડીક દંગ જ રહી જશો. આ પેહલો એવો વિડીયો નથી આની પેહલા પણ આવા અનેક એવા વિડીયો વાયરલ થઈ ચુકેલા છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક ફૂલ સ્પીડમાં જાહેર રસ્તા પર જતો હોય છે, તે એટલી બધી પુરપાટ ઝડપે જઈ રહ્યો હોય છે કે બધાને ઓવરટેક કરવા લાગે છે અને ગાડી આમથી આમ ફેરવા લાગે છે પણ ત્યાં તે પોતાની બાઈક પરથી કાબુ ગુમાવી બેઠે છે અને પછી સીધો રસ્તા પર પડે છે.
Road par nahi chalegi TUMHARI MARZI,
Aise stunts karoge toh jodne ke liye bhi nahi milega KOI DARZI!#SpeedKills #RoadSafety pic.twitter.com/RFF7MR26Ao— Delhi Traffic Police (@dtptraffic) August 3, 2022
સદનસીબે યુવકે હેલ્મેટ પેહ્ર્યું હતું આથી તેનું માથું કચડાતું રહી ગયું જો હેલ્મેટ નો પેહર્યું હોત તો આ યુવકનો જીવ પણ જઈ શકે તેમ હતો. આ વિડીયો દિલ્હી પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે રસ્તા પર વાહન ચલાવતી વખતે ખાસ સાવધાન રેહવું જોઈએ કારણ કે આવા સ્ટંટ ક્યારેક જીવ પણ લઇ શકે છે. આ વિડીયો શેર કરવાનું ફક્ત એક જ હેતુ છે કે આ જોઇને લોકોમાં જાગૃતતા આવે.