આ ગામમાં ઉજવામાં આવ્યો ઘોડીનો શાનદાર રીતે જન્મદિવસ! ઘોડી માલિક માટે એટલી બધી ખાસ છે કે….જુઓ આ અનોખી તસ્વીરો
મિત્રો આપણે સૌ કળી જાણીએ જ છીએ કે હાલના સમયમાં લોકોને અલગ અલગ પશુઓ ને પાળવાની ટેવ આવી ગઈ છે, એવામાં સૌથી વધારે તો લોકો ઘોડી અને કુતરા જ પાલતુ બનાવી રહ્યા છે. આ પાલતુ પ્રાણીઓ પર અમુક લોકો તો એટલો બધો પ્રેમ વરસાવતા હોય કે જાણે તે તેનો દીકરો હોય. એવામાં હાલ આવો જ એક કિસ્સા વિશે અમે તમને જણાવાનાં છીએ જેમ એક વ્યક્તિએ પોતાની ઘોડીનો જન્મદિવસ ખુબ ધૂમધામથી ઉજવ્યો હતો.
જણાવી દઈએ કે આ કિસ્સો બિહારના સરહસાનો છે જ્યાં માલિકને પોતાની ઘોડી સાથે એટલો બધો પ્રેમ છે કે તેણે ઘોડીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી, એટલું જ નહી આ પાર્ટીમાં આખા ગામના બોલાવ્યું હતું. આ જન્મદિવસ એટલો ભવ્ય રીતે ઉજવામાં આવ્યો કે જન્મદિવસમાં એક કેક પણ કાપવામાં આવ્યું હતું.
આ વ્યક્તિનું નામ ગોલુ યાદવ છે જે પોતની પાલતું ઘોડીને એટલો બધો પ્રેમ કરે છે કે ઘોડીનાં જન્મદિવસને તેણે અલગ રીતે ઉજવણી કરવાનું વિચારી લીધું હતું અને આવી જ રીતે તેણે ઘોડીનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. ગોલુની આ ઘોડીનું નામ ચેતક છે જેને ગોલુએ અત્યાર સુધી ચણા,જવ, બાજરો ને શીરો ખવડાવીને જ મોટી કરે છે, એટલું જ નહી ગોલુ ચેતકને પોતાના દીકરા સમાન રાખે છે.
ચેતક ઘોડીનો આ જ્ન્મદિવસ સોશિયલ મીડીયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ જન્મદિવસને પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. ચેતકને દૂધ પીવડાવામાં માટે પણ ઘરમાં એક સ્પેશ્યલ ગાય રાખવામાં આવી છે. ઘોડી પ્રત્યે આટલો બધો પ્રેમ બતાવીને ગોલુએ સમાજને એક દાખલો પૂરો પાડ્યો છે કે પશુઓ સાથે પ્રેમથી રેહવું જોઈએ અને તેની જેમ બને તેમ સેવા કરવી જોઈએ. હાલ લોકો આ જન્મદિવસ તસ્વીરો જોઇને ખુબ મનમોહિત થયા છે અને વાહ વાહ કરી રહ્યા છે.