જુનાગઢ: સ્વ.મોનીકાબેનની અંતિમ ઈચ્છા પણ લોકોને નવજીવન આપશે! બેસણામાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરીને સોલંકી પરિવારે માનવતા મહેકાવી

જુનાગઢ માંથી એક ખુબ જ દુઃખદ કિસ્સો સામે આવ્યો હતો જેના વિશે આમ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. એવામાં નિધન થયેલ આ મહિલાના પરિવારે દુઃખમાં પણ ફરી એક વખત માનવતા મહેકાવતું કાર્ય કરી બતાવ્યું છે. પેહલા તો સોલંકી પરિવારે મૃત્યુ પામનાર પુત્રવધુની આંખો ડોનેટ કરીને સમાજને ઉદાહરણ પૂરું પડ્યું હતું. જે પછી મોનીકાબેનની અને તેની દીકરી બંનેની એક સાથે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

સ્વ.મોનીકાબેનના પતિ શ્રીનાથભાઈ પત્ની અને પોતાના સંતાનને ગુમાવ્યા બાદ ભારે દુઃખમાં હતા તેમ છતાં તેઓએ પત્નીની અંતિમ ઈચ્છાઓ પૂર્ણ કરી હતી. મોનીકાબેનની એવી ઈચ્છા હતી કે તેની અંતિમયાત્રા વાજતે ગાજતે નીકળે અને તેના બેસણામાં રક્તદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવે જેથી રક્તની જરૂરીયાત ધરાવતા લોકોને લોહી મળી રહે. ભારે દુઃખ વચ્ચે પણ સોલંકી પરિવારના આવા નિર્ણયની સૌ કોઈએ સરાહના કરી હતી.

શ્રીનાથભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે સીમંત બાદ મોનિકા પિયર ગઈ હતી, એવામાં 21 જુલાઈના રોજ અચાનક જ તેને ભારે માથાનો દુખાવો થયો હતો આથી તેને તરત જ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી રહી હતી ત્યાં તેને રસ્તામાં જ આંચકી આવી જતા હાલત ગંભીર બની હતી જે પછી હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી પણ તેઓ મૃત્યુ પામતા પરિવારજનોની આંખોમાંથી આસું સરી પડ્યા હતા. પણ ડોક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું કે બાળક હજી જીવિત છે આથી દિલ પર પથ્થર રાખીને બાળકીની ડીલીવરી કરવામાં આવી હતી.

પણ કુદરતને આ મંજુર હતું નહી આથી બાળકી પણ થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી. જે પછી કાળજા પર ભાર મુકીને મોનીકાબેનની આંખોનું દાન કરવામાં આવ્યું હતું જેથી બીજા લોકોને આંખોની રોશની ઈ મળી શકે, એટલું જ નહી તેઓની અંતિમ ઈચ્છા મુજબ જ તેઓની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને બેસણામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

લોકોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપીને મોનીકાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી, આ અંગે જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જુનાગઢમાં આ પેહલી એવો કિસ્સો છે જેમાં બેસણાની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ અગાઉ ચાર વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજાય ચુક્યા હતા જે રાજકોટમાં થયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *