પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ! પ્રેમિકાને પ્રેમીએ છરીના ઘા ઝીકી કમકમાટી ભર્યું મૌત આપ્યું…ખુબ પ્રેમ કરતો હતો પ્રેમ પણ…જાણો પૂરી વાત
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આખા દેશમાંથી હત્યાની અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે. આમ તો આવી હત્યાની ઘટના પાછળનું કારણ મુખ્યત્વે પ્રેમપ્રકરણ હોય છે તો અમુક વખત પૈસાની લેવડદેવડ હોય છે. એવામાં હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને મૌતને ઘાટ ઉતારી દીધી હતી. જે પછી પોલીસે હત્યા થતાના તરત જ આ હત્યાનું રહસ્ય ઉકેલી નાખ્યું હતું.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના મુંબઈનાં ક્રાંતિનગર માંથી સામે આવી હતી જ્યાં જ્યાં કુરાર વિસ્તારમાં ૨૭ વર્ષીય મનીષા જયસ્વાલ નામની મહિલાનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. મૃતક મનીષા પોતાના માસીના છોકરા સાથે અહી ભાડાના મકાનમાં રેહતી હતી. આથી મનીષાની હત્યા થતા તેના આ પિત્રાઈ ભાઈ અને મૃતકના સબંધી સુરેશ ગૌતમની પૂછપરછ કરવામાં આવી હતી પણ કોઈ ખુલાસો થયો હતો નહી.
જે પછી પોલીસે મૃતકના ફોનને ચેક કર્યો હતો અને કોલ હિસ્ટ્રી ચેક કરી હતી જેમાં એક સોની ભાભી નામથી સેવ કરેલ નંબરથી ખુબ લાંબી વાત થઈ હતી, આ નંબર પર પોલીસને શક ગયો હતો જે પછી આ નંબરની આખી કોલ ડીટેલ કાઢવામાં આવી હતી. મૃતક મનીષાના પિતાને પણ આ સોની ભાભી અંગે પૂછવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે તે એક દૂરની સબંધી છે.
એવામાં આ નંબર પર પોલીસને વધારે શક ગયો હતો કારણ કે છેલ્લે આ નંબર પર ખુબ લાંબી વાત થઈ હતી, આથી આ નંબરની કોલ હિસ્ટ્રી સામે આવતા આખો કેસ ઉકેલાય ગયો હતો. સોની ભાભીના નામેં સેવ કરેલ આ નંબર અસલમાં અખિલેશ નામના યુવકનો હતો જે મૃતકનો પ્રેમી હતો. એવામાં અખિલેશ સાથે પોલીસે કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો.
આરોપી અખિલેશે મનીષાની હત્યા પાછળનું એક ખુબ જ હચમચાવી દેતું કારણ જણાવ્યું હતું. આરોપીએ જણાવ્યું કે લગભગ સાડા ત્રણ વર્ષ પેહલા તે મનીષાને યુપીના પ્રતાપગઢમાં લગ્ન પ્રસંગમાં મળ્યો હતો જે પછી વાત કરવા લાગ્યા હતા અને પ્રેમ સબંધ બંધાયો હતો. આરોપી અખિલેશ મનીષા સાથે લગ્ન કરવા માંગતો હતો પણ તેને ખબર પડી કે મનીષાનું બીજી જગ્યાએ અફેયર ચાલી રહ્યું છે, આ વાતથી રોષે ભરાયને અખિલેશે મનીષાને મૌતને ઘાટ ઉતારી દીધી હતી.