આ નશેડી વ્યક્તિએ રસ્તા વચ્ચે સુય રહેલા સાંઢ સાથે એવા એવા નખરા કર્યા કે તમે જોતા જ રહી જશો…સાંઢે પણ આપ્યો વળતો જવાબ
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં આખલાઓ અને ગાયોનો ત્રાસ વધતો જ જઈ રહ્યો છે, એવામાં હાલ અનેક એવા કિસ્સા બની રહ્યા છે જેમાં કોઈ આખલો કે ગાય વ્યક્તિઓને અડફેટે લેતા હોય છે જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવતો હોય છે. લોકો આ અંગે પ્રશાસનને પણ ઘણી બધી ફરિયાદો કરી રહ્યા છે તેમ છતાં આખલાઓનો ત્રાસ ઘટતો નથી.
એવામાં હાલ યુટ્યુબના માધ્યમથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક નશેડી વ્યક્તિ રસ્તા પર સુય રહેલા આખલા સાથે એવી એવી હરકતો કરે છે કે ત્યાં ઉપસ્થિત લોકો પણ જોતા જ રહી જાય છે. આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યા છે કારણ કે સૌ કોઈને ખબર છે કે જો આ સાંઢે વ્યક્તિને આડા હાથે લીધો હોય તો શું થઈ શકે છે.
યુટ્યુબ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક આખલો રસ્તા પર જ સુય રહ્યો છે એવામાં આ નશેડી વ્યક્તિ તેના પર ચડી જાય છે અને ટેનીસ અઠે અલગ અલગ હરકતો કરવા લાગે છે, એટલું જ નહી તે આ આખલાને મારવા પણ લાગે છે જે પછી આખલો ઉભો થવાનો પ્રયત્ન કરે છે. જે પછી આ આખલો ઉભો થાય છે તો આ યુવક તેના પગ પાસે જ સુય જાય છે.
આ જોઇને સૌ કોઈ ચોકી જ ગયું હતું કારણ કે આખલાની આટલો બધો પરેશાન કર્યો હોવા છતાં તેણે આ વ્યક્તિને કાઈ ન કર્યું. જણાવી દઈએ કે આ વિડીયોને હાલ એક કરોડ લોકોએ જોઈ લીધો છે અને વિડીયો જોઇને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વિડીયો જોયા પછી અમુક યુઝરોએ આ વ્યક્તિ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવી રીતે મૂંગા જનાવરોને પરેશાન કરવા જોઈએ નહી. તમે આ વિડીયો વિશે શું મંતવ્ય ધરાવો છો જણાવી દેજો કમેન્ટમાં.