યુવકે આખલાને એવો ધોબી પછાડ આપ્યો કે લોકો જોતા જ રહી ગયા! વિડીયો જોઇને તમને ‘બાહુબલી’નો ભલ્લાલદેવ યાદ આવી જશે
મિત્રો જો હાલના સમયમાં સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો ઇનસ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટરનો એટલો બધો ક્રેઝ વધી ગયો છે કે લોકો આવા માધ્યમો પર જ પોતાનો વધુ પડતો સમય બગાડતા હોય છે, અમુક વખત આવા માધ્યમોમાં જાણવા જેવા સમચારો પણ મળી રેહતા હોય છે જ્યારે અમુક ફની અને વાયરલ વિડીયો પણ સામે આવતા હોય છે. એવામાં યુટ્યુબ હાલ એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાંઢ અને યુવક આમને સામને આવી જાય છે અને પછી જે થાય છે તે ખુબ જોવાલાયક છે.
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલ દિવસેને દિવસે આખલાઓનો આતંક વધતો જ જઈ રહ્યો છે, ગુજરાતના અનેક જીલ્લાઓ માંથી એવા હચમચાવી દેતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં બેકાબુ બનેલા આખલાઓ લોકોને પોતાનો શિકાર બનાવતા હોય છે, પણ વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એવું નથી, વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં યુવક આખલા પર ભારે પડી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક અને આખલો આમને સામને આવી જાય છે જે પછી યુવકને આખ્લાનો થોડો પણ ડર લાગતો નથી આથી તે આખલાના સિંગ પકડીને તેની સાથે લડવા લાગે છે, ઘડીક જોતા તો એવું જ લાગે છે કે આખલો યુવકને ભારે ઈજાગ્રસ્ત કરી દેશે પણ યુવકે આખલાને ખુબ જોરદાર ધોબુ પછાડ આપ્યો જે જોઇને લોકો પણ આશ્ચર્યમાં મુકાય ગયા હતા.
આવા દ્રશ્યો બાહુબલી ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા જેમાં બાહુબલીનો ભાઈ ભલ્લાલદેવ આવી જ રીતે વિશાળકાય સાંઢને ઢેર કરી દેતો હોય છે. આ વિડીયોમાં પણ એવું જ થાય છે. આ વિડીયો જોયા પછી લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝર જણાવે છે કે કળયુગનો ભલ્લાલદેવ જયારે બીજો એક યુઝર જણાવે છે કે આવી રીતે આખલાઓને પરેશાન કરવા જોઈએ નહી. તમે આ વિડીયો વિશે શું મંતવ્ય ધરાવો છો કમેન્ટમાં જરૂર જણાવજો.