ચેતન સાકરીયાનો ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન મા શામેલ કરતા, ચેતન ના ઘરે દિવાળી જેવો માહોલ
ભાવનગર ના નાના એવા ગામડા વરતેજ નો ખેલાડી જે આઈપીએલ એક કરોડ થી વધુ ની રકમ મા વેચાયો હતો અને આઈપીએલ મા પણ સારુ પરફોમન્સ આપ્યુ હતુ અને પોતાનો દમ દેખાડયો હતો ત્યાર બાદ ભારતીય ટીમ ની સીલેકશન કમીટી પર ચેતન સાકરીયા પર નજર ગઈ હતી અને ચેતન સાકરિયા નો ટીમ નો સમાવેશ કરવામા આવ્યો હતો
વિગતે વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકા પ્રવાસ કે જેમાં ટીમ શિખર ધવન ની આગેવાની મા અને રાહુલ દ્રવિડ ના કોચીંગ મા ત્રણ વન-ડે અને ત્રણ ટી.20 રમવાની હતી જેમાથી બે વન-ડે રમી ચુકયા છે જેમા ભારત ની જીત થય છે જ્યારે આજે ત્રીજી વન-ડે રમાઈ રહી છે ત્યારે ભાવનગર વરતેજ ના ફાસ્ટ બોલર ચેતન સાકરીયા જે આઈપીએલ મા રાજસ્થાન ની ટીમ માથી રમી ચૂકયો છે તેને ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવન મા આજે શામેલ કરવામા આવતા તેના પરીવાર મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
આજે ચેતન સાકરિયા ની ભારત ની ટીમ મા શામેલ થતા ની સાથે જ ચેતન ના ઘરે તથા તેમના મોસાળ પક્ષ મા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડ્યા હતા સાથે પેંડા વહેચી મો મીંઠા કર્યા હતા. અને સાથે ભાવનગર ના લોકોમા પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો એ ચેતન ને સોસિયલ મિડીઆ પર અભિનંદન આપ્યા હતા.
આપણે સૌ જાણીએ છીએ કે ચેતન એક સામાન્ય પરીવાર માથી આવે છે અને પોતાની મહેનત થી સફળતાં ના શિખર સર કર્યા છે ચેતન ના પિતા કાનજી ભાઈ ટેમ્પો ચલાવતા હતા અને બે મહીના પહેલા જ તેમનું નીધન થયુ હતુ. ચેતન કોળી સમાજ માથી આવતો હોવાથી કોળી સમાજ મા પણ ખુશી ની લહેર છવાઈ ગઈ હતી.