પ્રેમ કહાનીનો દુઃખદ અંત! યુવક યુવતીએ કમર અને હાથ સાથે ઓઢણી બાંધી એક સાથે પાણીમાં ઝંપલાવી…કારણ જાણી તમે ચોકી જશો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો પ્રેમપ્રકરણના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જ જઈ રહ્યા છે. એવામાં હાલ ફરી એક વખત એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં રહસ્યમય રીતે યુવક યુવતીનો મૃતદેહ પાણી માંથી મળી આવ્યો હતો. જે પછી આખા ગામમાં ભારે ચકચાર મચી ગયો હતો.
બચાવ ટીમ દ્વારા પ્રેમીપંખીડાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જણાવી દઈએ કે કડાણા તાલુકાના ઘોડીયાર પુલ પર સોમવારના રોજ પોલીસને બાઈક અને ચંપલ મળી આવ્યા હતા જે પછી પોલીસને એવો શક હતો કે કોઈક નદીમાં ઝંપલાવી દીધું છે. આથી પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઈને નદીમાં શોધખોળ કરી હતી જેમાં SDRF ટીમને યુવક યુવતીના મૃતદેહ ઓઢણી બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગયો હતો.
બંનેના મૃતદેહ મળ્યા પછી આ યુવકની બાઈકના આધારે તેના પરિવારજનોની શોધ કરવામાં આવી હતી અને તેઓને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસને પ્રાથમિક તપાસ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ હતી કે મૃતક યુવકનું નામ સુનીલકુમાર ઉદાભાઈ ખાંટ(ઉ.વ.૨૧) અને યુવતીનું નામ જલ્પાબેન વિનુભાઈ બારિયા(ઉ.વ.૧૯) હતી.
હાલ પોલીસે મૃતદેહની હાલત જોઇને એવી આશંકા વ્યક્ત કરી છે કે આત્મહત્યાનું કારણ પ્રેમપ્રકરણ હોય શકે છે. પણ હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકનોના પરિવારજનોને પૂછતાછ પણ હાથ ધરી છે. બંનેના મૃતદેહને હાલ કડાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.