કુદરત સામે સાહસ કરવો યુવકને ભારે પડ્યો! પાણીના ધસમસતા પ્રવાહમાં સાઈકલ ચલાવી પણ થયું એવું કે…વિડીયો જોઈ તમે પણ યુવકને મુર્ખ કેશો

હાલ ગુજરાત રાજ્યમાં જો ચોમાસાની વાત કરવામાં આવે તો મેઘરાજા દરેક જીલ્લામાં મન મુકીને વરસી રહ્યા છે, રાજ્યમાં હાલ આ વખતની ચોમાસાની સીઝન નવો વિક્રમ સર્જી શકે છે તેવી હાલ અટકળો લગાવામાં આવી રહી છે. એવામાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે, આથી જળાશયો અને નદીઓ પણ ગાંડીતુર બની છે.

એવામાં હાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં અમુક લોકો સોશિયલ મીડિયા પર પોતાની હોશિયારી બતાવા માટે કાઈ પણ કરી જતા હોય છે. હાલ આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક સાઈકલ ચાલકે કુદરત સામે જોખમ ખેડ્યું હતું જે પછી શું પરિણામ આવવાનું હતું તેતો તમને પણ વિડીયો જોઇને ખબર પડી જશે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક રસ્તો છે જેના પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો હતો, એવામાં અચાનક જ યુવકને શું તાન ચડે છે કે તે સાઈકલ લઈને આ રસ્તો પાર કરવા નીકળી પડે છે. શરુઆતમાં તો આ સાઈકલ સવારની સ્પીડે ચાલતી હોય છે પણ યુવક જેવો પાણીમાં જાય છે તેવી સાઇકલની સ્પીડ ઘટી જાય છે અને સાઇકલ સાથે યુવક પણ તણાવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

વિડીયોમાં આગળ જોઈ શકાય છે સાઈકલ સાથે યુવક તણાતા તે સાઈકલને પણ પાણીમાં જવાદે છે. આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા યુઝરો પણ આ વ્યક્તિને મુર્ખ ગણાવી રહ્યા છે કારણ કે પાણીના આવા ધસમસતા પ્રવાહ માંથી તો કોઈ વાહન પણ ન નીકળી શકે તો યુવકે શા માટે આવું જોખમ ખેડ્યું હશે. હાલ આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર ખુબ જોરોશોરોથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *