બારડોલી: બેફામ કાર ચાલકે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લીધો! પતિએ ઘટના સ્થળે જ દમ તોડ્યો તો પત્ની અને દીકરી…

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે અકસ્માતની ઘટના સામે આવતી જ જઈ રહી છે. હજી થોડા સમય પેહલા જ એક ઘટના સામે આવી હતી જેમાં એક કાર ચાલકે બે મિત્રોને એક સાથે અડફેટે લેતા બંને મિત્રના ઘટના સ્થળે જ મૌત થયા હતા. એવામાં હાલ ફરી એક આવી જ ઘટના સામે આવી છે પણ આમાં એક પરિવાર પોતાના મુખ્ય સદસ્યને જ ગુમાવી દે છે.

જણાવી દઈએ કે જયારે આ વ્યક્તિ પોતાની દીકરી અને પત્ની સાથે બાઈક પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એક બેફામ કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા જેથી ગાડી ફેકાય ગઈ હતી જ્યારે કાર ઉંધી પડી ગઈ હતી. આ ઘટનામાં પતિનું ઘટના સ્થળે જ તડપી તડપીને મૃત્યુ થયું હતું જયારે પત્ની અને દીકરીને ભારે ઈજા થઈ હોવાને લીધે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટના બારડોલી તાલુકાના મીયાવાડી ગામ નજીકના સીમ માંથી સામે આવી છે જ્યાં રવિવાર સાંજે બકુલ ગણેશભાઈ ખાનદેશી(ઉ.વ.૪૦) તેઓની પત્ની અનિતાબેન, દીકરી હેતવી(ઉ.વ.૧૨) અને હની(ઉ.વ.૪) કડોદથી સબંધીઓને મળીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓને આ અકસ્માત નડ્યો હતો જેમાં બકુલભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

મુકુંદભાઈ હીરાપરા(ઉ.વ.૨૯)ની કાર (GJ-5RL-8312)એ બકુલભીની બાઈક(GJ-19AK-3308) અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોની હાલત કપરી બની ચુકી હતી. અકસ્માત થતાની સાથે જ સ્થાનિકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત અનિતાબેન અને તેની દીકરીઓને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *