દીકરીએ પોતાના પિતાને પોતાની કીડની આપી દીધી! આ જોઇને કેનેડાનો યુવાન યુવતી તરફ મોહાય ગયો અને….જાણો આ પૂરી વાત વિશે
વર્ષ 2016 માં, ગુજરાતની એક પુત્રીએ તેના પિતાને તેના જન્મદિવસ નિમિત્તે તેનું લિવર દાન કરીને એક દાખલો બેસાડ્યો. ભાવી નામની યુવતીના પિતા વિશ્વજીત મેહરા હીરાની કંપનીમાં મેનેજર હતા પરંતુ ફરજ પર હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. જ્યારે ડૉક્ટરે જરૂરી ટેસ્ટ કરાવ્યા તો જાણવા મળ્યું કે તેનું લિવર ડેમેજ થઈ ગયું છે.
વર્ષ 2014 સુધીમાં વિશ્વજીતનું લીવર ખરાબ થઈ ગયું હતું અને ડોક્ટરોએ તેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. વિશ્વજીત પણ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા સંમત થયો. ઘણા સંબંધીઓ અને નજીકના મિત્રો તેમને લિવર આપવા તૈયાર હતા પરંતુ તેમની પુત્રી ભાવીએ તેમનું લિવર દાન કરવાનો નિર્ણય કર્યો. જે બાદ વર્ષ 2016માં પિતાના જન્મદિવસ નિમિત્તે ભાવીએ લીવરનું દાન કર્યું હતું.
દીકરીના લિવર દાનના નિર્ણય પર તેના પિતા વિશ્વજીત મહેરાએ કહ્યું કે, “મારી આ દુનિયામાં 2 માતાઓ છે. એક જન્મ આપનારી માતા અને બીજી મારી પુત્રી મને જીવન આપતી. જેણે મને લીવર આપીને નવું જીવન આપ્યું છે. 2014 માં, મને મારા લીવરમાં સમસ્યા હતી અને સંયોગથી મારા જન્મદિવસના દિવસે મારું ઓપરેશન થયું હતું.
મારી પુત્રીએ મારા જન્મદિવસ પર મને તેનું લીવર ભેટમાં આપ્યું હતું. દીકરીના નિર્ણય પછી મેં મારી દીકરીને ઘણું સમજાવ્યું કે તેણે આવું ન કરવું જોઈએ, જોકે તેણે સાંભળ્યું નહીં અને મને લીવર આપી દીધું. મારા મિત્રોએ પણ કહ્યું કે દીકરી લિવર દાન કરીને તેનું જીવન બગાડી રહી છે પણ તે અડગ રહી.
2016માં જ્યારે લીવર ડોનેશનના સમાચાર વાયરલ થયા ત્યારે તે સમયે કેનેડામાં રહેતા એક છોકરાએ ભાવીની વાત સાંભળી અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. વાસ્તવમાં, જ્યારે ભાવીએ લિવરનું દાન કર્યું, ત્યારે કેનેડિયન યુવક તેજસ ત્રિવેદી ગુજરાતની મુલાકાતે હતો અને તે લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો, તે દરમિયાન તેને ભાવીની ખબર પડી અને તેણે ભાવીને મળવાનું નક્કી કર્યું.
તેજસના પરિવારજનોએ તેને ઘણું સમજાવ્યું હતું કે કિડની ધરાવતી છોકરી સાથે લગ્ન કરવા યોગ્ય નથી, પરંતુ તે મક્કમ રહ્યો અને ભાવી સાથે લગ્ન કર્યા. હાલમાં તેજસ અને ભાવી કેનેડામાં રહે છે અને તેમને એક બાળક છે.