પોતાના પ્રેમીના રંગમાં એવી રંગાય કે કરી નાખી પોતાની જ માતાની હત્યા, હત્યા કરી અને પોલીસને સંભાળાવી….જાણો આ પુરી ઘટના વિશે
આધુનિક યુગમાં શું થઈ શકે છે કોઈ જાણતું નથી, હાલના સમયમાં લોકો પોતાના પ્રેમ, રૂપિયા માટે કોઈ પણની હત્યા કરવા માટે તૈયાર થઈ જતા હોય છે, પછી તે ભલે માતા હોય કે પિતા. આવા પગલાં ભરવા માટે કોઈ થોડું પણ વિચાર કરતું નથી. આ લેખના માધ્યમથી આજે અમે એક એવી જ ઘટના વિષે વાત કરવા જઇ રહ્યા છીએ જેમાં એક યુવતીએ પોતાના પ્રેમી માટે થઈને પોતાની માતાની તીક્ષ્ણ હથિયાર વડે મૌતને ઘાટ ઉતારી દીધી હતી. તો ચાલો આ ઘટના વિષે સંપૂર્ણ માહિતી આપીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના દિલ્હીના અંબેડકર નગરની છે જ્યા બેહરમીથી દીકરીએ પોતાની માતાની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની તપાસ મેળવા માટે પોલીસ તરત જ ઘટના સ્થળે હાજર થઈ હતી, જ્યા આ છોકરીએ એવી મનગણગત કહાની પોલીસને સંભળાવી કે જેથી લાગે કે આ ઘટના એક લૂંટ છે. આવી ચાલાકી બતાવીને તે આ ગુનાથી બચવા માંગતી હતી.
આ યુવતી જણાવે છે કે 19 ફેબ્રુઆરીની રાત્રીએ 9 વાગે અને 30 મિનિટે 2 લોકોએ હાથમાં બન્ધુક લઈને ઘરમાં આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી. તે આગળ જણાવે છે કે આ બે લૂંટારોએ માં નું ઘરેણું અને કબાટમાં પડેલા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી જેમાં લૂંટારાઓ અને તેની માતા વચ્ચે ખુબ મારામારી થઈ અને માતાની હત્યા કરી નાખી.
આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પોહચી અને પુરી તપાસ કરી જેમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામનાર મહિલાનું નામ સુધા રાની હતું જેની ઉંમર લગભગ 55 વર્ષ માનવામાં આવી રહી છે. આ મૂર્તદેહને કબ્જામાં લઈને પોલીસે તરત જ તેને પોસ્ટમોર્ટમમાં મેકલ્યો હતો એટલું જ નહીં ઘટના સ્થળે ફોરેન્સિક ટિમ પણ પોહચીને બધા પુરાવાની શોધ કરી હતી જેમાં તેને ઘણા બધા પુરાવાઓ મળ્યા હતા.
ઘણી બધી પુછપરછ પછી મૃતક મહિલાની દીકરી પોતાનું મોઢું ખોલ્યું અને પુરા ષડ્યંત્ર વિષે પોલીસને જણાવ્યું હતું. પોલીસને આ પુછપરછ દ્વારા જાણવા મળ્યું કે આ મૃતક મહિલાની દીકરીના લગ્ન નોઈડાનો રહેવાસી ચેતન સાથે થઈ હતી, એટલું જ નહીં તેને 4 વર્ષનો એક બાળક પણ છે. પણ તે કોઈ કારણોસર તેણે પોતાના પતિથી અલગ થઈ ગઈ અને કોઈ શીબુ નામના યુવકને પ્રેમ કરી બેઠી. આ વાતની જાણ તેની માતાને થતા માંતાએ તેને ધમકી આપી કે જો તે તેના પતિ પાસે પાછી પરત નહીં ફરે તો તેને સંપત્તિમાં કોઈ હક મળશે નહીં.
આ વાતથી તેની દીકરી દેવયાનીને ગુસ્સો આવ્યો અને તેણે તેની માતાને મૌતને ઘાટ ઉતારવાનું કાવતું ઘડ્યું. તેણે તેના મિત્ર કાર્તિક સાથે રહીને આ કાવતરું તૈયાર કર્યું હતું અને તેને અંજામ પણ આપ્યું હતું. સૌ પ્રથમ દેવયાનીએ પોતાના કાકા સઁજય અને તેની માતાની ચા માં ઘેનની ગોળી મેળવીને પીવડાવી ત્યારબાદ તેણે તેના મિત્ર કાર્તિકને ફોન કર્યો જે બાદ કાર્તિકે આવીને દેવયાનીની માતાનું તીક્ષ્ણ હથિયાર દ્વારા ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હાલ કાર્તિક અને દેવયાની બંનેને પોલીસે ગિરફ્તાર કરી લીધેલ છે અને આ ઘટનાની તપાસ આગળ ચાલી રહી છે.