‘મારા કમાઉ દીકરા મૌતને ભેટ્યા હવે અમારે શું કરવું?’ લઠ્ઠાકાંડમાં બે દીકરાને ગુમાવતા પિતાએ જણાવી આપવીતી….રડતા રડતા કહ્યું કે….
મિત્રો બોટાદ માંથી એક ખુબ જ હચમચાવી દેતી ઘટના સામે આવી હતી જેમાં ઝેરી દારુ પીય જતા કુલ 29 જેટલા લોકો મૌતને ભેટ્યા હતા. કોઈકે પોતાનો પતિ તો કોઈકે પોતાનો સંતાન ગુમાવ્યો જ્યારે અનુકે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. લઠ્ઠાકાંડની આ ઘટનાને પગલે હાલ મોટા મોટા નેતાઓ બોટાદના રોજીંદ ગામની મુલાકાત લઇ રહ્યા છે.
જયારે આ ઘટનામાં મૃત્યુ પામનારની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે ગામના સ્મશાનમાં પણ જગ્યા ન હતી આથી અમુક મૃતકના શબને તો જમીન પર અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, આ જોઇને સૌ કોઈનું હૈયું કંપી ઉઠ્યું હતું. આ ઘટનાને પગલે દિવ્યભાસ્કર આ ગામની મુલાકાતે ગયું હતું ત્યારે એક પિતાએ પોતાની આપીવીતી તેઓને જણાવી હતી. પિતાએ ફક્ત 12 કલાકમાં બે કમાઉ દીકરાને ગુમાવી દેતા તેઓ પર દુઃખનો આભ ફાટી પડ્યો હતો.
માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ભાવેશભાઈ(ઉ.વ.25) દારુ પીયને ઘરે આવીને સુય ગયા હતા જે પછી અચાનક જ તેઓના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા આથી સ્થિતિ વધારે બગડતા તેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. એવામાં જ્યારે પરિવાર ભાવેશભાઈનો અંતિમસંસ્કાર કરીને ઘરે પરત ફરી હતી ત્યારે ફરી આવું મોટા ભાઈ કિશન સાથે પણ થયું. કિશનના પણ મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા અને વારંવાર ઉલટી કરી રહ્યો હતો.
એવામાં બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું પણ ભાવેશભાઈની જેમ જ નિધન થયું હતું. આ બંને દીકરા ગુમાવાનો આઘાત પિતાને વધારે લાગ્યો હતો કારણ કે મૃત્યુ પામનાર બંને દીકરાઓ કમાઉ હતા.પિતાએ જણાવ્યું કે તેને કુલ ચાર દીકરા છે જેમાંથી આ બંને જ સારું એવું કમાતા હતા પણ એવામાં હવે તે મૃત્યુ પામતા પરિવાર નિરાધાર બન્યો હતો.