ગુજરાતમાં દારૂબંધીના લીરાલીરે ઉડ્યા! બોટાદમાં ઝેરી દારૂએ મચાવ્યો મહાતાંડવ, 18 લોકોના મૃત્યુ…હજી આંકડો વધતો જ જઈ રહ્યો છે
મિત્રો હાલ બોટાદ માંથી ખુબ હચમચાવી દેતા બનાવ સામે આવ્યો છે, જેમાં તેના એક ગામમાં ઝેરી દારુ પીય લેતા એક સાથે 18 લોકોના મૃત્યુ નીપજ્યું હતું જયારે બીજા ઘણા આ દારુ પીનારની હાલત ગંભીર બની હતી. આ દારુ બનાવા માટે અમદાવાદની પીપલજ નજીક આવેલ ફેક્ટરી માંથી મિથેનોલ કેમિકલ સપ્લાય કરવામાં આવતું હતું, આ કેમિકલ સપ્લાય કરનાર બીજું કોઈ નહી પણ દારુ બનાવનાર આરોપીનો સ્વજન જ હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાલ આ કેમિકલ સપ્લાય કરનારની ધરપકડ કરી લીધી છે.
હાલ આ ઝેરી દારુ લોકો પીય લેતા હાલત અતિ ગંભીર બની હતી, હાલ બોટાદથી આ દર્દીઓને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી અને દારુ વેચાનાર વિરુધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી લીધી હતી. હાલ આ ઘટનાને ધ્યાનમાં રાખી DYSP અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી જે સરકારને રીપોર્ટ આપશે.
આ ઝેરી દારુ પીય લેતા કુલ 18 લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં રોજીંદ 5, ચદરવા ૨, દેવગામ 2, અણીયાલી 2, આકરું ૩, ઉચડી 2 અને બીજા અન્ય ગામના 2 યુવકનું મૃત્યુ થયું હતું તેવું દિવ્યભાસ્કરના એહવાલ મુજબ જાણવા મળ્યું છે. આ ઘટના બનતાની સાથે જ એસપી અને ડીવાયએસપી કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
રાજ્યમાં હાલ તો દારૂબંધી છે તેમ છતાં આ કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે તેમ પણ આપણે કહી શકીએ છીએ. આ દારૂને લીધે ઘણા બધા પરિવારો ઉજડી ગયા છે એટલું જ નહી અમુક પોતાનો દીકરો તો અમુકે પોતાના પતિને ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ છે કારણ કે દારૂબંધી હાલ રાજ્યમાં ફક્ત નામની જ છે, રોજનો ઘણો બધો દારુ પકડાય છે.
હાલ દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે દારુ પીનાર 45 લોકોની હાલત ખુબ જ ગંભીર માનવામાં આવી રહી છે, હજી આ મૌતનો આંકડો ક્યા સુધી પોહચે તે કોઈને ખબર નથી. હાલ તો ભાવનગરમાંથી ડોક્ટરની એક ટીમ બોટાદ માટે રવાના કરી દેવામાં આવી છે.