બાળકની એક નાની એવી ભૂલ તેના મૌતનું કારણ બની! રક્ષાબંધન પેહલા એકના એક ભાઈનું મૌત થતા બહેનનું હૈયાફાંટ આક્રંદ
મિત્રો હાલન સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમ અનેક એવી ઘટનાઓ બની રહી છે જેના વિશે જાણીને આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ. હજી થોડા દિવસ પેહલ જ એક ઘટના સામે આવી હતી જેમાં એક સાથે પાંચ ભારુ તળાવમાં ન્હાવા પડતા પાંચેયનાં મૌત નીપજ્યા હતા, એવામાં હાલ આવી જ એક ઘટના સુરેન્દ્રનગર માંથી સામે આવી છે જેમાં હોજમાં બાળક સ્નાન કરવા માટે પડતા ડૂબવા લાગ્યો હતો.
જણાવી દઈએ કે આ દુખદ ઘટના સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાંથી સામે આવી છે જેમાં ૧૧ વર્ષીય ધ્રુમીલ ભનુભાઈ પોતાના પિતા સાથે ખેતરે ગયો હતો જ્યાં તે હોજમાં સ્નાન કરવા માટે ગયો હતો ત્યારે તેના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. એવામાં પિતાને તો ખબર પણ ન હતી કે ધ્રુમીલ ડૂબવા લાગ્યો છે આથી ધ્રુમીલનું હોજમાં જ ડૂબવાથી કરુણ મૌત નીપજ્યું હતું.
જ્યારે પિતા ભનુભાઈએ હોજમાં પોતાના દીકરાનો મૃતદેહને તરતા જોયો તો તે ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા, આ પછી આ પૂરી ઘટના અંગે પરિવારજનોને જણાવી દેવામાં આવ્યું હતું આ બાદ પરિવારજનોનો જમાવડો ઘટના સ્થળે થઈ ચુક્યો હતો. મુખ્ય વાત તો એ છે કે ધ્રુમીલ શાળામાં ભણવામાં ખુબ હોશિયાર હોવાની સાથો સાથ શાળામ થતી પ્રવૃત્તિમાં પણ ખુબ ધ્યાન આપતો હતો.
મૃતક ધ્રુમીલને એક નાની બહેન પણ છે જે ફક્ત ચોથા ધોરણમાં હાલ અભ્યાસ કરી રહી છે, એવામાં રક્ષાબંધન પેહલા જ પોતાના મોટા ભાઈને ગુમાવતા બહેન પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. હાલના સમયમાં આવી અનેક ઘટનાઓ બની રહી છે આથી સૌ કોઈ વાલીઓને એવી જ સલાહ આપી શકાય છે કે પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિતર એક ભૂલ તમને સંતાન વિહોણા કરી શકે છે.