કેટરીના કેફને મળી હત્યાની ધમકી! પતિ વિક્કી કૌશલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે…જાણો શું કહ્યું ધમકીમાં?
બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જો વાત કરવામાં આવે તો હાલ અનેક એવા મોટા અભિનેતા અને અભિનેત્રીને હત્યાની ધમકી કે જાનથી મારી નાખવાની ધમકી ભર્યા પત્ર મળી રહ્યા છે. હાલ હજી થોડા સમય પેહલા જ સલમાન ખાનને પણ આવો પત્ર મળ્યો હતો જેમાં તેઓને ધમકી આપવામાં આવી હતી કે તેની હત્યા કરી નાખવામાં આવશે.
એવામાં હાલ ફરી વખત આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બોલીવુડ ફેમ વિક્કી કૌશલ અને કેટરીના કેફને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મળતા પતિ વિક્કી કૌશલે મુંબઈની સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુધ ફરિયાદ નોંધાવી છે, આ વ્યક્તિ કોણ છે તેની હજી તો કોઈને જાણ થઈ નથી.
વિક્કી કૌશલે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કેટરીના કેફને એક વ્યક્તિ વારંવાર સોશિયલ મીડિયા પર સ્ટોક(નજર રાખવી) કરી રહ્યો છે, એટલું જ નહી સાથે સાથે આ સ્ટોક કરનાર વ્યક્તિએ તેને ધમકી પણ આપી હતી કે તેની હત્યા કરી નાખશે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
આ વ્યક્તિની તપાસ કરવા માટે પણ સાઈબર ક્રાઈમ બ્રાંચની ટીમોને તપાસમાં લગાડી દેવામાં આવી છે. હત્યાની ધમકી મળ્યાની આ પેહલી એવી ઘટના નથી, આની પેહલા જ સલમાન ખાન અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હજી થોડા દિવસ પેહલા જ સલમાન ખાને પોતાની પાસે હથીયાર રાખવાની અનુમતી માંગી હતી કારણ કે તેઓને વારંવાર અનેક એવી ધમકીઓ મળી રહી છે.