આ ગામમાં ખેડૂતને ખેતરમાંથી ૩૦ કેરેટનો હીરો મળી આવતા રાતોરાત કરોડપતિ બન્યો! કિસ્મત ચમકાવા સૌ કોઈ ખેતરમાં શોધવા લાગ્યા હીરો
મિત્રો ભારતમાં ઘણા બધા એવા ગામો છે જ્યાંથી હીરાઓ અને તેની જેવા અનેક કિંમતી પથ્થરો મળી આવતા હોય છે. એવામાં આજે અમે એક એવા કિસ્સા વિશે જણાવના છીએ જેમાં એક ખેતરમાંથી ખેડૂતને એક ૩0 કેરેટનો હીરો મળી આવ્યો હતો જે પછી તેણે આ હીરાને સ્થાનિક વેપારીને 1.20 કરોડમાં વેહચી પણ દીધો હતો. આ ગામમાં અનેક વખત આવા હીરા અને કિંમતી પથ્થર પ્રાપ્ત થતા જ રહે છે.
આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે પણ તપાસ શરુ કરી છે અને એવું નિવેદન આપ્યું છે કે આ પેહલો એવો કિસ્સો નથી, આની પેહલા પણ અનેક વખત આવા હીરાઓ અને કિંમતી પથ્થરો મળી આવે છે આથી આ ગામમાં લોકો દુર દુરથી આવે છે જ્યારે અમુક લોકો તો મુખ્યત્વે ટેન્ટ નાખીને હીરા શોધવા માટે આવી જાય છે.
જણાવી દઈએ કે આ ગામનું નામ જોનાગીરી છે જે આંધ્રપ્રદેશના કુરનુલ જિલામાં આવેલ છે. આ ગામના અનેક વિસ્તારો માંથી જુનથી નવેમ્બર સુધીના માટે લોકો અહી હીરા અને કિંમત પથ્થરો શોધવા માટે આવે છે, એટલું જ નહી જ્યારે ચોમાસું આવે છે ત્યારે તો ખુબ વધારે લોકો તનતોડ મેહનત સાથે હીરાની શોધમાં લાગ્યા રહે છે, અમુક લોકો તો થોડાક સમય પુરતું કામ વ્યવસાયને પણ હીરા શોધવા માટે કુરબાન કરી દેતા હોય છે.
એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે આ જીલ્લાના જોન્નાગીરી, તુગ્ગલી. મંદીકેરા, પગીદરાઈ, પેરાવલી, મહાનંદી અને મહાદેવપુરમ જેવા વિસ્તારોમાં વરસાદી ઋતુમાં કિંમતી પથ્થરો અને હીરા મળી આવે છે કારણ કે વરસાદી ઋતુમાં માટી વહેતી રહે છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં કુરુનાલ જીલ્લામાં એક ખેડૂતને 60 લાખ રૂપિયાનો હીરો પ્રાપ્ત થયો હતો, જયારે વર્ષ ૨૦૨૦માં ગામના 2 લોકોને પાંચથી છ લાખ રૂપિયાના કિંમતી પથ્થરો મળી આવ્યા હતા.
આવા કિંમતી પથ્થરો અને હીરાઓ મળવા પાછળ પણ ઘણા રહસ્યો છે, જેમાં પેહલું એ છે કે સમ્રાટ અશોકના શાસન દરમિયાન અહીની ભૂમિમાં હીરા દફનાવામાં આવ્યા હતા જયારે બીજી વાર્તા એ જોડાય છે કે અહી વિજયનગરના શ્રી કૃષ્ણદેવરાય અને તેમના મંત્રી તીમારુચ દ્વારા અહી ખજાનો છુપવામાં આવ્યો હતો અને ત્રીજી એ છે કે અહી ગોલકુંડા સલ્તનતના સમયમાં અહી હીરાને માટીની અંદર છુપાવીને રાખવામાં આવ્યા હતા.