આ છે દેશનું એક અનોખું પોલીસ સ્ટેશન! અહી સ્ટેશનમાં જતા પેહલા તિલક કરવામાં આવે છે અને બહાર નીકળો ત્યારે ગીફ્ટમાં…આવું કરવા પાછળ છે એક મહત્વનું કારણ
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે કોઈ વ્યક્તિ એવો નહી હોઈ જેને ક્યારેય પોલીસ સ્ટેશન ન જવું પડે, દરેક વ્યક્તિને કોઈને કોઈ વખત કોઈ કારણોને લીધે પોલીસ સ્ટેશનતો જવું જ પડતું હોય છે. એવામાં આમ તો આપણને ખબર જ છે કે પોલીસ સ્ટેશનનું વાતાવરણ કેટલું ખરાબ હોય છે કારણ કે અમુક લોકો ફરિયાદ નોંધાવા આવતા હોય છે તો અમુક આરોપી પણ હોય છે આથી અશાંતિ રેહતી હોય છે.
પણ આજના આ લેખના માધ્યમથી અમે મેરઠના એવા પોલીસ સ્ટેશન વિશે જણાવના છીએ તેમાં આવું કઈ થતું નથી અને આ સ્ટેશનમાં સાવ શાંતિ જળવાય રહે છે. આ સ્ટેશનમાં એસએચઓએ એવો નિયમ બનાવ્યો છે કે આ સ્ટેશને ફરિયાદ લખાવા આવતા દરેક વ્યક્તિને માથા પર તિલક કરવામાં આવે છે અને જયારે તેઓ જતા હોય છે ત્યારે તેઓને રીટર્ન ગીફ્ટ તરીકે ગંગાજલ આપવામાં આવે છે.
એસએચઓ પ્રેમ ચંદ શર્મા જણાવે છે કે આવું કાર્ય તેઓ ભક્તિ સાથે કાનુંન વ્યવસ્થાને સારી રીતે સંભાળી શકે તે માટે કરે છે. તેઓ જણાવે છે કે તેમનો આ પ્રયોગ ખુબ જ સફળ રહ્યો છે કારણ કે જ્યારે પણ લોકો અહી ફરિયાદ લખાવા આવે છે ત્યારે તેઓ ખુબ જ શાંત રહે છે અને શાંતિથી પોતાની ફરિયાદ નોંધાવીને ચાલ્યા જાય છે. પ્રેમ ચંદ શર્મા જણાવે છે તે ભલે શાંતિનો માર્ગ અપનાવે પણ જ્યારે કોઈ આતંક મચાવતો હોય ત્યારે તેઓ કડક પગલા ભરે છે.
એસએચઓ પ્રેમ ચંદ શર્મા અહી પોલીસ સ્ટેશનમાંથી જતા લોકોને રીટર્ન ગીફ્ટ તરીકે એક ગંગાજલની બોટલ પણ આપે છે અને દારુથી દુર રેહવાની સલાહ આપે છે. આ અનોખું પોલીસ સ્ટેશન હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચિત થઈ રહ્યું છે અને લોકો આ પોલીસ સ્ટેશન અને પ્રેમ ચંદ શર્માનાં ખુબ વખાણ પણ કરી રહ્યા છે કારણ કે તેઓ પેહલા એવા વ્યક્તિ છે જેણે પોલીસ સ્ટેશનના વાતાવરણને શાંત બનાવાની પહેલ કરી છે.