ખુબ હચમચાવી દેતી ઘટના! શાળામાં વિધાર્થીનીઓ અચાનક જ માથું પકડી રડવા લાગી…વિડીયો જોઈ તમે પણ ચોકી જશો
મિત્રો હાલ ઉત્તરાખંડ રાજ્યમાંથી ખુબ ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક બે નહી પણ પાંચથી છ વિધાર્થીનીઓ શાળાનર પરિસરમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ પૂરી ઘટના વિડીયોમાં કેદ થઈ ચુકી હતી અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહી સોશિયલ મીડિયા યુઝરો પણ આ વિડીયો જોઇને ભારે આશ્ચર્યમાં મુકાય ગયા છે.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના રાજ્યના બાગેશ્વરમાં આવેલ સ્કુલ માંથી આ રહસ્યમય ઘટના બની હતી જેમાં એક સાથે પાંચથી છ વિધાર્થીનોઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને અજીબો ગરીબ વ્યવહાર કરવા લાગી હતી આ જોઇને શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ પણ હચમચી ગયા હતા. જે પછી તમામ વિધાર્થીની વાલીઓને શાળાએ બોલાવામાં આવ્યા હતા જ્યાં વાલીઓએ ધાર્મિક વાત સાથે આ ઘટનાને જોડી હતી.
એક સાથે અનેક વિધાર્થીનીઓના આવા વ્યવહારથી લોકોમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ હતી, એટલું જ નહી સ્કુલામાં ડરનો માહોલ ફેલાય ગયો હતો, એવામાં શાળાના સ્ટાફે ભેગા મળીને આ રડતી વિધાર્થીઓને માંડ માંડ શાંત રાખી હતી અને તેઓના પરિવારજનોને જાણ કરી હતી. લોકો આ ઘટના પાછળ અનેક એવા અલગ અલગ કારણો જણાવી રહ્યા છે. આ શાળાના દરેક ક્લાસમાં ઘોર અંધારું છવાયેલું હોય છે એટલું જ નહી શાળાની ઈમારતમાં પણ નાના નાના કાણા છે આથી અંધારિયા ઓરડાને કારને વિધાર્થીઓ ડરી ગઈ હતી તેવી હાલ અટકળો લગાવામાં આવી રહી છે.
#uttarakhand #bageshwarschool#studentscrybangheads#masshysteria
बागेश्वर के स्कूल में अचानक रोने, चिल्लाने और सिर पटकने लगी छात्राएं…खौफ में आ गए टीचर pic.twitter.com/dOZ3shWAL7
— Sweta Gupta (@swetaguptag) July 28, 2022
આ ઘટના અંગે શાળાના આચર્ય શ્રીએ જણાવ્યું હતું કે મંગળવારના રોજ પેહલા એક વિધાર્થીની આવું કરતી હતી જે પછી બધા તમામ વિધારથીનીઓ માથું પકડીને રડવા લાગી અને પછી બેભાન થઈ ચુકી હતી. હાલ ડોક્ટરની એક ટીમને આ શાળાએ મોકલી દેવામાં આવી છે. આવા પ્રકારની ઘટના બનતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા, હાલ શિક્ષક સ્ટાફે એવો વિશ્વાસ આપ્યો છે કે તેઓ આ તમામ પરિસ્થિતિને સામન્ય બનવાનો પૂરો પ્રયત્ન કરશે.