આ શહેરમાં એક વ્યક્તિને ૩૪૧૯ કરોડ રૂપિયાનું લાઈટ બીલ આવ્યું! લાઈટ બીલ જોતા જ વ્યક્તિને એવો આઘાત લાગ્યો કે…જાણો કયાની છે આ ઘટના
મિત્રો આમ તો આપણે જાણીએ જ છીએ કે ક્યારેક પ્રિન્ટરની ખામીને લીધે તો ક્યારેક આકંડાની ભૂલને લીધે ઘણી વખત મોટી ભૂલો થઈ જતી હોય છે. પણ હાલ અમે જે કિસ્સો જણાવના છીએ તેના વિશે જાણીને તમે પણ ઘડીક મોઢામાં આંગળા નાખી જશો અને ભારે આશ્ચર્યમાં મુકાશો, ચાલો જણાવીએ કે શું છે પૂરો કિસ્સો.
જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ગ્વાલિયર માંથી આ આશ્ચર્યચકિત કરી દેતો બનાવ સામે આવ્યો છે જ્યાં રેહતા પ્રિયંકા ગુપ્તા નામના વ્યક્તિને એટલું વીજળી બીલ આવ્યું કે વીજળી બીલ જોતાની સાથે જ તેની તબિયત લથડી ગઈ અને તેઓને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના પાછળ મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત વીજ કંપનીએ માનવીય ત્રુટીને દોશી જણાવી છે.
જે હાલત આ વ્યક્તિની થઈ છે તેવી હાલત કોઈ પણ વ્યક્તિની થઈ શકે છે કારણ કે આટલું વધારે બીલ ક્યારેક ખામીના લીધે તો ક્યારેક સાચ્ચું પણ હોઈ શકે છે, આવો એક કિસ્સો વિદેશમાંથી સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિને વીજળીનું બીલ કરોડો રૂપિયામાં આવ્યું હતું. આ ઘટના અંગે પ્રિયંકા ગુપ્તાના પતિ સંજીવ કાંકણે જણાવ્યું કે જુલાઈમાં ઘરવપરાશનું ૩૪૧૯ કરોડ રૂપિયાનું બીલ આવતા તેઓના પિતાની હાલત લથડી હતી.
મધ્યપ્રદેશ વીજ કંપનીના જનરલ મેનેજર નિતન માંગલીકે આ બીલ અંગે કર્મચારીઓને દોશી ઠેરવ્યા હતા અને બીલમાં સુધારો કરીને ફરી વખત ૧૩૦૦ રૂપિયાનું સાચ્ચું બીલ આપવામાં આવ્યું હતું. આવું થવા પાછળનું પણ તેઓએ એક કારણ જણાવ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે કર્મચારીઓએ સોફ્ટવેરમાં વપરાશ કરેલ એકમોની જગ્યાએ ગ્રાહકનો નંબર નાખી દીધો હતો આથી આટલું બધું મોટું બીલ આવ્યું હતું. હવે આ ઘટના અંગે તે કર્મચારી વિરુધ કડક પગલા ભરવામાં આવશે જેના લીધે આ થયું હતું.