‘ભાભીજી ઘર પર હૈ’ સીરીયલના ફેમ દીપેશ ભાનનું દુઃખદ નિધન! ૪૧ વર્ષની ઉમરે દુનિયાને કહ્યું અલવિદા…જાણો શું થયું?
મિત્રો હાલ તો હજી જો વાત કરવામાં આવે ટીવી ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા અભિનેતાઓએ અને ગાયકોનું નિધન થયું છે, હજી સિદ્ધુ મુસેવાલા અને કે.કે જેવા મહાન ગાયકોના નિધનથી ચાહકોની આંખો કોરી નથી પડી ત્યાં ફરી એક દુઃખદ સમચાર સામે આવ્યા છે જેણે ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીને દુઃખમાં ગરકાવ કરી દીધા છે.
જણાવી દઈએ કે ટીવી પર આવતા શો ‘ભાભી જી ઘર પર હૈ’ નાં ફેમ સ્ટાર એકત્ર એવા દીપેશ ભાનનું શુક્રવારને રોજ દુઃખદ નિધન થયું હતું. જાણવા મળ્યું છે કે જ્યારે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે બેહોશ થયા હતા જે પછી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
આ અભિનેતાના નિધનના સમચાર આ શોના આસિસ્ટન્ટ ડીરેક્ટર અભીનીતે જણાવ્યા હતા, એટલું જ નહી આ સમચારની પુષ્ટિ શોના એક્ટર વેભવ માથુરે જણાવ્યું હતું કે ‘હા, તેઓ હવે નથી. હું આના પર કઈ કેહવા માગતો નથી, કારણ કે કેહવા માટે કઈ બાકી રહ્યું નથી.’ આ અભિનેતાએ ઘણા બધા ટીવી શો અને ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા હતા.
દીપેશ ભાનનો જન્મ ૧૧ મેં ૧૯૮૧ના રોજ થયો હતો, એવામાં ૪૧ વર્ષની ઉમરમાં આ અભિનેતાનું નિધન થતા ટીવી જગતમાં સન્નાટો ફેલાય ગયો હતો. જણાવી દઈએ કે દીપેશે ‘કોમેડી કિંગ કોન’, ‘કોમેડી ક્લબ’, ‘ભુતવાલા’,’એફઆઈ આર’ અને ‘ભાભી જઈ ઘર પર હૈ’ જેવા અનેક પ્રખ્યાત શોમાં કામ કરી ચુક્યા છે. દીપેશે આમીરખાન સાથે પણ ટી૨૦ વર્લ્ડ કપની એડમાં પણ તેઓની સાથે કામ કર્યું હતું.