દીપેશ ભાનને ભીની આંખોથી આપવામાં અંતિમ વિદાય! અંતિમસંસ્કારમાં ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોએ આપી હાજરી…તસ્વીર જોઈ તમે ભાવુક થશો

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારે દુઃખ છવાય ગયું હતું કારણ કે ‘ભાભીજઈ ઘર પર હૈ’ ના ફેમ સ્ટાર દીપેશ ભાનનું દુઃખદ અવસાન થયું હતું. આ સમચાર સાંભળીને આખી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, એટલું જ નહી અમુક તેઓની સાથે કામ કરતા અભિનેતાની આંખો માંથી તો આંસુ સરી પડ્યા હતા. એવામાં આ આભીનેતા શનિવારની મોડી સાંજે પંચતત્વમાં વિલીન થયા હતા. તેઓના અંતિમસંસ્કારમાં ‘ભાભીજઈ ઘર પર હૈ’ ના તમામ અભિનેતા અને કો એક્ટરોએ હાજરી આપી હતી અને તેઓની પત્ની સાંત્વના આપી હતી.

તેઓના અંતિમસંસ્કારમાં તેઓની સાથે કામ કરતા કરતા અને શોમાં ટીકાનો રોલ ભજવતા વૈભવ માથુરે પણ હાજરી આપી હતી, એવામાં આ અભિનેતાને પાંચતત્વમાં વિલીન થતા જોઇને વૈભવ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા જયારે તેઓની સાથે કામ કરતી નેહા પેંડેસે જણાવ્યું હતું કે તેને જ્યારે આ દુઃખના સમચાર મળ્યા ત્યારે તો તેઓને કઈ ખબર જ નહોતી પડી કે તે શું કરે.

સ્વ.દીપેશ ભાનની પત્ની અને તેની દીકરાની હાલત જોઇને સૌ કોઈ ભાવુક થયું હતું, એટલું જ નહી આ શોના એક્ટરોએ તેઓની પત્નીને સાંત્વના પણ આપી હતી. આ કલાકારની અંતિમયાત્રાની અનેક એવી ભાવુક તસ્વીરો અને વિડીયો હાલ સામે આવી રહ્યા છે, જેને જોયા પછી સૌ કોઈ ભાવુક થયું હતું. જણાવી દઈએ કે સ્વ.દીપેશ ભાનને એક દોઢ વર્ષીય દીકરો છે.

દીપેશ ભાને પોતાના નાના એવા કરિયરમાં ઘણા બધા એવા સારા રોલ કરી ચુક્યા છે અને સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે. દીપેશ ભાનની પત્નીને રડતા જોઇને આ અભિનેતા સાથે કામ કરતા દરેક કલાકારો પણ ભાવુક થયા હતા તેમ છતાં તેઓએ હિંમત રાખીને તેઓની પત્નીને સાંત્વના આપી હતી. આ દુઃખદ અવસાન વિશે આસિફ શેખે જણાવ્યું હતું આ અભિનેતા 7 વાગે જીમમાંથી પરત આવ્યા હતા.

જે પછી તેઓ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યા હતા, એક ઓવર રમ્યા પછી તેઓએ અચાનક જ ઢળી પડ્યા હતા જે પછી તે ઉભા જ ન થયા, આથી તેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. આસિફે જણાવ્યું કે દીપેશ ભાનની આંખો માંથી લોહી નીકળી રહ્યું હતું જે બ્રેન હેમરેજની નિશાની છે ડોક્ટર પણ મૃત્યુ પાછળનું આ કારણ જણાવી રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *