સમુદ્ર કિનારે ‘ડિસ્કો કિંગ’ સ્વ.બપ્પી લહિરીની ધૂળ માંથી પ્રતિમા બનાવી અને….જુઓ આ પ્રીતમની તસ્વીરો
દેશના જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરી હવે આપણી વચ્ચે નથી. 69 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધન બાદ દેશમાં શોકનું વાતાવરણ છે, ચાહકો ઘેરા આઘાતમાં છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર, દેશ અને વિશ્વના તમામ ચાહકો તેમની પોતાની શૈલીમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે પણ ‘ડિસ્કો કિંગ’ બપ્પી દાને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. પુરીમાં સમુદ્ર કિનારે રેતીમાંથી તેમની પ્રતિમા કોતરીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા. તેમણે મંગળવારે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ઓડિશા સ્થિત રેત કલાકાર સુદર્શન પટનાયકે તેમના ટ્વિટર હેન્ડલથી બપ્પી લાહિરીની રેતીની પ્રતિમાની તસવીર અને વીડિયો શેર કર્યો અને લખ્યું, પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. આ સાથે તેણે બપ્પી દાના લોકપ્રિય ગીત-યાદ આ રહા હૈ તેરા પ્યાર સાથે સંદેશ આપ્યો હતો.
Yaad aa raha hai tera pyaar,
Kahaan hum kahaan tum, Huey tum kahaan goom ……..Yaad aata rahega tera pyaar!
Tribute to Disco king #BappiDa. My SandArt at Puri beach. pic.twitter.com/zKeM8Fbwby— Sudarsan Pattnaik (@sudarsansand) February 16, 2022
જણાવી દઈએ કે બપ્પી દા ગયા વર્ષે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તે થોડા દિવસોમાં સ્વસ્થ પણ થઈ ગયા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી તેમની તબિયત સારી ન હતી. તેમના નિધન બાદ દેશમાં શોકની લહેર છે. દરેક વ્યક્તિ તેને મિસ કરી રહી છે. બપ્પી દાને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ‘ડિસ્કો કિંગ’ કહેવામાં આવતા હતા. બપ્પી લાહિરીએ ડિસ્કો મ્યુઝિકને ભારતીય સિનેમામાં એક અલગ શૈલી સાથે લાવ્યા. તેણે ડિસ્કો ડાન્સર, વરદાત, નમક હલાલ, શરાબી, કમાન્ડો જેવી ફિલ્મોમાં હિટ ટ્રેક કર્યા હતા જે આજે પણ પ્રખ્યાત છે.