વલસાડમાં પોલીસે જ દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડાડ્યા! બર્થડે પાર્ટીમાં PSI, કોન્સ્ટેબલોએ દારૂની મેહફીલ જમાવી…
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હજી કાલે જ તે એક ખુબ જ દુખદ ઘટના બોટાદ માંથી સામે આવી હતી જ્યાં ઝેરી કેમિકલ વાળું દારુ પીય જતા 29 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો જયારે હજી ઘણા બધા લોકો છે જે ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, એવામાં હજી આ ઘટનાના પડઘા કાનમાંથી નીકળ્યા નથી ત્યાં તો વધુ એક દારૂના મેહફીલની ઘટના સામે આવી છે જેમાં PSI સહિતના કોન્સ્ટેબલ પણ તેમાં શામેલ હતા.
જણાવી દઈએ કે SP ડો.રાજદીપસિંહને એવી જાણકારી મળી હતી કે વલસાડમાં આવેલ એક બંગલામાં જન્મદિવસ નિમિતે દારુની મેહફીલ ચાલી રહી છે, જે પછી ડો.રાજદીપસિંહ અને તેની સાથે LCB અને પોલીસ જવાનો સાથે રેડ પાડવા માટે ગયા હતા જ્યાં અતુલ મુકુંદ ફર્સ્ટ ગેટ ખાતે સન્ની બાવીસ્કરની જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી જેમાં દારુની રેલમછેલ બોલી હતી.
એવામાં દારૂની મહેફિલ માનતા નાનાપોઢાના PSI અને ૩ કોન્સ્ટેબલ સહિતના 19 જેટલા ઈસમોને દારૂની મેહફીલ માણતા રંગે હાથ પકડી પડ્યા હતા અને તમામ જથ્થો કબજે કરી લેવામાં આવ્યો હતો. SP ડો.રાજદીપસિંહે 18 બોટલ, 26 મોબાઈલ,5 કાર અને 7 બાઈક સહિત એમ કુલ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હાલ પોલીસે આ દારૂની મેહફીલ માણતા તમામની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મિત્રો હજી દારુએ 29 જેટલા લોકોને ભરખી ગયો હતો તેમ છતાં પોલીસ જ દારૂબંધીનાં કાયદાને ભંગ કરતા પોલીસ ડીપાર્ટમેન્ટ પર સવાલો ઉઠ્યા હતા. હાલ જો બોટાદના લઠ્ઠાકાંડમાં 100થી વધારે લોકો હાલ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે.