પાણીમાં મગરોના ટોળે ટોળા માંથી વગર ડરે પસાર થયો યુવક! ઘડીક તો લાગ્યું કે બધા તૂટી પડશે પણ…વિડીયો જોઈ તમે મોઢામાં આંગળા નાખી જશો
મિત્રો હાલ આમ તો જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો અહી રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા પછી અમુક વખત આપણું હાસ્ય છુટી જતું હોય છે તો અમુક વખત આવા વિડીયો જોઇને આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ. એવામાં હાલ ખુબ જ હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં પાણીમાં રહેલા મગરના જુંડો માંથી યુવક આરામથી પસાર થઈ જાય છે.
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે મગરને પાણીમાં રેહતું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. જ્યારે પણ મગર પાણીમાં હોય છે ત્યારે કોઈ એવી હિંમત પણ નથી કરી શકતું કે કોઈ પાણીમાં જાય. પણ આ વિડીયોમાં કઈક અલગ જ દ્રશ્યો સર્જાય છે કારણ કે યુવાન પાણીમાંથી જેવો પસાર થાય છે તેવી મગરોના જુંડો પણ દુર થવા લાગે છે, આ જોઇને સૌ કોઈની આંખો જ ખુલ્લીની ખુલ્લી રહી જાય છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક નાવ જંગલી વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, એવામાં પેહલા તો મગરનો એક જુંડ દેખાય છે જે નાવ આવતા ભાગી જાય છે, પણ આતો હજી શરુઆત હોય છે, આ નાવ ચલાવતો વ્યક્તિ આગળ વધતા તેને અનેક મગરના જુંડ સામે મળે છે જે નાવ પસાર થતાની સાથે જ કાંઠે દોડવા લાગે છે. આમ તો સામન્ય વ્યક્તિ જો આવી રીતે મગરને જોઈ લે તો તેની હાલત જ ખરાબ થઈ જાય.
#BREAKING Gator Soup!
— Breaking HaHa! (@BreakingHaHa) July 22, 2022
હાલ આ વિડીયો ટ્વીટર પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. ટ્વીટર પર શેર કરેલ આ વિડીયો પર 5 લાખ વ્યુવ્સ આવી ચુક્યા છે જ્યારે અનેક લોકોએ આ વિડીયો પર લાઈક પણ કરી ચુક્યા છે. લોકો આ વિડીયોને જોવાનું વારંવાર પસંદ કરી રહ્યા છે.