હૈયું કંપાવનારી ઘટના! એમ્બ્યુલન્સ દર્દીને લઈને પુરપાટ ઝડપે જઈ રહી હતી ત્યાં ટોલનાકે લપસી જતા ૪ લોકોના મૌત….વિડીયો જોઈ તમે માથું પકડી જશો
મિત્રો હાલ ખુબ દુખદ ઘટના સામે આવી છે જેમાં એક એમ્બ્યુલન્સ લપસી જતા એક સાથે ચાર લોકોના કરુણ મૃત્યુ થયા હતા. જણાવી દઈએ કે જ્યારે એમ્બ્યુલન્સ દર્દીને લઈને પુરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે વરસાદને લીધે રસ્તો ભીનો હતો આથી એમ્બ્યુલન્સ લપસી અને સીધી ટોલનાકા બુથ સાથ ધડાકા ભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની આ પૂરી ઘટના CCTVમાં કેદ થઈ ચુકી હતી, આ ઘટનાના CCTVમાં જોઈ શકાય છે કે એક એમ્બ્યુલન્સ પુરપાટ ઝડપે દર્દીને લઈને આવી રહી હોય છે, આ એમ્બ્યુલન્સને જોઈને ટોલનાકાના કર્મચારીઓ બેરીકેડ્સ હટાવા જાય છે, જેમાંથી એક કર્મચારી બે બેરીકેડ્સને હટાવી દે છે પણ છેલ્લા બેરીકેડ્સ હટાવે તે પેહલા તો આ ભયાનક અકસ્માત સર્જાય જાય છે.
આ ઘટના કર્ણાટકથી સામે આવી છે જેમાં એક દર્દીને કુંડાપૂરથી હોન્નાવરા લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે બિદુર નજીક આવેલ એક ટોલનાકા પાસે એમ્બ્યુલન્સ વરસાદને કારને લપસી ગઈ હતી જેમાં એક સાથે ચાર લોકોનો જીવ ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે આ ધડાકા સાથે એમ્બ્યુલન્સ ટોલ બુથ સાથે અથડાતા દર્દી સહિતના અન્ય ત્રણ લોકોની હાલત કફોડી બની જાય છે.
Speeding ambulance skids into a tollgate in Karnataka’s Udupi; dramatic visuals caught on cam
Track latest news updates here https://t.co/H3Mw2uwqpO pic.twitter.com/4BADzXU7N5— Economic Times (@EconomicTimes) July 20, 2022
જાણવા મળ્યું છે કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં એક દર્દી સહિતના ત્રણ વ્યક્તિઓ છે જેમાંથી એક ટોલ વર્કર પણ શામેલ છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આ CCTV ફૂટેજ સામે આવ્યો હતો અને પૂરી ઘટનાનો ખુલાસો થઈ ચુક્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વરસાદને કારને એમ્બ્યુલન્સ લપસી ગઈ હોવાને લીધે આ દુર્ઘટના બની હતી.