શું આજ છે યુદ્ધનું પરિણામ? યુદ્ધ સમયે યુક્રેની પિતાએ પોતાની પુત્રીને અલવિદા કરતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, વિડીયો જોશો તો તમે પણ ભાવુક થશો, જુઓ આ વિડીયો

આપને સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને વિશ્વપર યુધનું સંકટ તોળાઈ રહ્યું છે. એવામાં રશિયાના પ્રમુખ પુતીને યુક્રેન પર હુમલો કરવાનો નિર્ણય કર્યો જેમાં ઘણા બધા યુક્રેનના સૈનિકોએ પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા જીવ ગુમાવી દીધો. વાત સૈનિકોને કરવામ આવે તો હજી ફક્ત એક હુમલામાં યુક્રેનના ૪૦૦૦ થી પણ વધુ સૈનીકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.

આ ઘટના કોઈ પણ માટે ખુબ આપત્તિજનક હોય છે એવામાં સૌ કોઈ પોતાના પરિવાર અને સગા સબંધીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવી રહ્યા છે. એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પિતા પુત્રીનો એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં પિતા પોતાની દેશની રક્ષા કરવા માટે પોતાની દીકરી અને પરિવારનું સ્થળાંતર કરાવે છે.

જ્યારે પિતા તેની પુત્રીને અલવિદા કહે છે ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે આ જોઇને તેની પુત્રી પણ રડવા લાગે છે. આ વિડીયો જોનાર તમામ વ્યક્તિઓની આંખો નમ પડી ગઈ છે કારણ કે સૌ કોઈ જાણે છે કે હવે તેના પિતા બચશે કે નહી તેવો વિશ્વાસ રહે છે. આ વાત પિતાને પણ ખબર છે એટલા માટે તેઓ પુત્રીને અલવિદા કરતી વખતે રડી પડે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, તમને જણાવી દઈએ કે આ વિડીયો lil_whind નામના ટ્વીટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોના કેપ્શનામાં લખ્યું હતું કે ‘એક યુક્રેની પિતા પોતાના પરિવારને અલવિદા કરે છે જ્યારે તે પોતે પાછળ દેશની સુરક્ષા માટે રહે છે.’ આ જોઇને લોકો અલગ અલગ રિએકશન આપી રહ્યા છે કારણ કે સરળ નથી હોતું આવું કાર્ય કરવું. આ વિડીયોમાં સોશિયલ મીડિયા યુઝરો અલગ અલગ મંતવ્યો જણાવે છેજેમાં એક યુઝર લખે છે કે ‘ઈશ્વર આ પિતા અને યુક્રેનની રક્ષા કરે’ જયારે બીજો યુઝર લખે છે કે ‘ભગવાન આ વ્યક્તિને જલ્દીથી તેના પરિવાર સાથે મેળવી દેજે.’

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *