સુરતમાં વરસાદ બાદ વધેલા રોગચાળો ૪૧ વર્ષીય યુવકને ભરખી ગયો! ફક્ત ઝાડા ઉલટી થયા હતા અને પછી…તંત્ર થયું દોડતું
રાજ્યમાં હાલ વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થયા હોય તેવું લાગી રહ્યું છે, પેહલા બે રાઉન્ડમાં વરસાદે રાજ્યના અનેક તાલુકામાં ભારે તારાજી સર્જી હતી એટલું જ નહી અમદાવાદ જેવા મોટા શહેરને પણ મેઘરાજાએ પાણી પાણી કરી દીધું છે. એવામાં પાણી ઓસરતાંની સાથે જ મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય ઘણા શહેરો બની ગયા છે. એવામાં હાલ સુરતમાંથી એક ખુબ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં રોગચાળાને લીધે એક યુવકનું મૃત્યુ થયું છે.
જણાવી દઈએ કે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક વ્યક્તિને પેહલા ઝાડા ઉલટી થયા હતા જે પછી તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેઓની હાલત અતિ ગંભીર બનતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કરતા તંત્ર દોડતું થયું હતું.
પાંડેસરાના મૂળ ઓડીશાના વતની અંતરયામી ડાકુઆ રાધેશ્યામ નગરમાં રેહતા હતા અને લુમ્સ ખાતામાં નોકરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા. એવામાં તેઓની શુક્રવારના રોજ તબિયત લથડી હતી જે પછી તેઓને એકાએક ઝાડ ઉલટી થવા લાગી હતી આથી તેઓને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓની હાલત ગંભીર બની હતી.
આથી તેઓને તરત જ સુરતની નવી સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અંતરયામીભાઈએ અંતિમશ્વાસ લીધા હતા. આ ઘટનાને પગલે સુરત શહેરનું તંત્ર પણ દોડતું થયું હતું. આ ઘટના અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે વરસાદ બાદ રોગચાળો ખુબ વધી ગયો છે આથી ઘરે ઘરે જઈને મેડીકલની ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથો સાથ નગર પાલિકા દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.